SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પત્તિ થઇ જાય છે. * માત્રાનો પ્યાલો ઢાંકણુ ઢાંકીને પરઠવવા લઇ જવો. ઉઘાડો નહીં. મર્યાદા સચવાય તે રીતે ઉચિત વેશ પરિધાન કરવો. * જ્યાં ત્યાં સ્થંડિલ-માત્રુ પરઠવવું નહી. બીજાને અપ્રીતિ થાય તેવું ન કરવું. આ આપણા નિમિત્તે ધર્મની અપભ્રાજના-લઘુતા થવી જોઇએ નહીં. કાગળ, દાણા, જીવજંતુઓ, વનસ્પતિ વિ. થી રહિત સ્થાનમાં માત્રુ પરઠવવું. દેરાસર, ઉપાશ્રય સ્થાનમાં પ્રવેશતા "નિસિહી" અને બહાર નિકળતા "આવસહિ" ત્રણવાર કહેવું. * ધુમ્મસવાળુ વાતાવરણ હોય, ઝાંકળ પડતુ હોય તો ઉપાશ્રયની બહાર નિકળવુ નહી. શૃંડિલ–માત્રુ વિ. અસાધ્ય કાર્ય આવી પડતા આખા શરીરે કાંમળી ઓઢી જયણા પૂર્વક જવું. * લાઇટમાં કઇ પણ વાંચવુ નહી. લાઇટનો ઉપયોગ કરવો નહીં. પાણી વાપર્યા બાદ ગ્લાસ રૂમાલથી એકદમ કોરો કરી લેવો, એઠો ગ્લાસ માટલામાં નાંખવો નહી. કામળીકાળમાં બહારથી આવ્યાબાદ કામળી થોડો સમય દોરી-ખીંટી વિ. ઉપર છુટી કરી રાખવી (સીધી ગડી ન કરવી). * દોરી વિ. ઉપર સુકવેલા કપડા સુકાતા તુરંત લઇ લેવા,
SR No.032352
Book TitleUpdhan Tap Ek Aneri Yog Sadhna
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy