________________
૬૨ | ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું સામૂહિક પ્રસારણના પ્રધાન સાધનને છાજે એવો એનો પાયો લાંબો-ચોડો નથી. ફેલાવાના આંકડા ત્રીસ વર્ષમાં દસેક ગણા વધ્યા છે, પરંતુ વાચકોનાં આદર, સંતોષ કે વિશ્વસનીયતામાં મોટું ગાબડું છે. તંત્રીલેખો કોઈ વાંચતું નથી અને એ ટૂંકા ને ટૂંકા બનતા જાય છે કારણ કે વાચકો એને નિરુપયોગી ગણીને એના પર નજર પણ ફેરવતા નથી. ( પત્રકારત્વ અને સાહિત્યની ભાગીદારીની મીમાંસા જરૂરી છે. ગુજરાતી પત્રોમાં જાહેરખબરો તથા સમાચારો પછી ત્રીજો ભાગ પ્રકીર્ણ સામગ્રીનો છે, જેમાં વિવિધ વિષયોને લગતા વિભાગો કે કતારો, ટૂંકી તેમજ લાંબી વાર્તાઓ, ચિત્રકથા, કાવ્યો, પ્રાસંગિક મહત્ત્વના લેખો તથા માર્મિક નિબંધોનો સમાવેશ થાય છે. અખબારના નિમિત્તે જ આ સામગ્રી આપવામાં આવે છે, અને એમાં સાહિત્યકાર મિત્રોનો ફાળો બહુ મોટો છે. પરંતુ સાહિત્યકાર છાપામાં લખવા છતાં સાહિત્યકાર જ રહે છે અને પત્રકાર એના વ્યવસાયમાં ગમે તેટલી કલમ ચલાવે તોપણ એ પત્રકાર જ રહે છે.
( પત્રકારત્વ અને સાહિત્યના ઉદ્દેશો, સાધનો અને ઉપયોગો જુદાં જુદાં છે. ડૉક્ટર કે ઇજનેર કે શિક્ષકની જેમ પત્રકાર પણ શુદ્ધ સાહિત્યનું સર્જન કરી શકે, અને સાહિત્યકાર વર્તમાનપત્રમાં ફાળો આપી શકે કે વ્યવસાયી પત્રકાર પણ બની શકે. એ રીતે એમની સરહદો ખુલ્લી છે, પરંતુ અસ્તિત્વ અલગ-અલગ છે એ ભૂલવું ન જોઈએ. પત્રકાર અને સાહિત્યકાર લાંબી મજલના સહપાન્થી છે, પણ એમની મંઝિલો જુદી જુદી છે.
| ગુજરાતી સાહિત્યકારોએ વર્તમાનપત્રોમાં ઘણો ફાળો આપ્યો છે, પણ પત્રકારત્વની સેવા નથી કરી; ઊલટું, વર્તમાનપત્રોમાંથી સારા પ્રમાણમાં ખેંચ્યું છે. ભણેલાનું પ્રમાણ ગુજરાતમાં માત્ર પંચાવન ટકા છે. સાહિત્યકારો તથા પત્રકારોએ એટલામાં જ રમવાનું છે. પપ ટકામાં કેટલાકના ઘરના હિસાબમાં પુસ્તક-છાપાં માટે જોગવાઈ નહીં હોય, કેટલાકને રસ નહીં હોય અને કેટલાકનું ભણતર કાચું હોવાથી પુસ્તક-છાપાં દૂર રહેતાં હશે. બાદબાકીમાં ઘણો ઓછો સમૂહ રહે. આ સ્થિતિ છાપાં તેમજ સાહિત્યને એકસરખી નડે છે. છતાં નિરક્ષરતા ઝડપથી ઓછી કરીને વાચન-શોખ વધારવામાં સાહિત્યકારોને રસ જ નથી. નિરક્ષરતાનિવારણ ઝુંબેશ માટે સરકાર પૈસા આપે છતાં એમાં સાહિત્ય પરિષદનું નામ નહીં !
પત્રકાર અને સાહિત્યકાર, જુઘ કે એક એવી માથાઝીંક, અર્થહીન છે. સાહિત્યકારોએ ગુજરાતી વર્તમાનપત્રો માટે કરવા માં કામોનો ખડકલો વધતો જાય છે. અમારું મુખ્ય ઓજાર ભાષા સાવ ઘસાઈ ગયું ૬ વર્ણન, વિવરણ, આલેખન તથા