________________
ફલશ્રુતિ
|u રઘુવીર ચૌધરી આજનું છાપું આવતી કાલે પસ્તી બની જાય છે, જ્યારે સાહિત્યકૃતિ દાયકાઓ પછી પણ ક્યારેક ફરી માથું ઊંચકે છે, અને તાજા ગુલાબ જેવી લાગે છે. પણ અહીં કહેવું જોઈએ કે કેટલુંક પત્રકારત્વ કલાકૃતિની કોટિએ પહોંચે છે. સાહિત્યનું લક્ષ્ય સમાચાર નહીં પણ માનવનું ચિત્ત છે. સ્થૂળ બનાવ સાહિત્યનો કાચો માલ છે. પત્રકાર ભાષાશક્તિ કરવા જાય તો બાવાનાં બેય બગડે. એની ભાષા પ્રત્યેની સભાનતા બનાવની અસરકારક રજૂઆત માટે છે. જ્યારે સાહિત્યકાર માટે ભાષા સાધન અને સાધ્ય બને છે. તેથી સાહિત્યકારનું ચિત્ત તાજા શબ્દોની ટંકશાળ જેવું હોય છે.
સાહિત્યકારનો અવાજ અંગત છે, પણ પત્રકારની જેમ તેનો વિષય તો માનવસમાજ છે. એકપાત્રી નવલકથા લખો તો પણ તમારે પાત્રની આજુબાજુના સમાજ વિશે જ લખવું પડે. પાત્રના મનની જ વાત લખવી હોય અને તેના ચિત્તની બહારની દુનિયાને એક બાજુ રાખવી હોય તો મને દહેશત છે કે એ સાહિત્ય નહીં બને. પાત્રના મનમાં શું ચાલે છે, એટલું જ લખવું હોય તો તે અધ્યાત્મ કહેવાય, સાહિત્ય નહીં
પત્રકારત્વને સાહિત્ય પાસેથી કંઈ ખરું શીખવાનું હોય તો તે માનવમૂલ્યો માટેની ચીવટ. સાહિત્યકારની અનુકંપા પત્રકારત્વમાં પ્રવેશે તો પત્રકારત્વનું ફલક અત્યારે છે તે કરતાં મોટું થવાની શક્યતા છે...
ઉપર નોંધેલા વિચારોની વ્યવસ્થિત રજૂઆત કરીને શ્રી વાડીલાલ ડગલીએ પરિસંવાદના ઉદ્ઘાટકની હેસિયતથી અનુવાદ સંસ્થા–ટ્રાન્સલેશન ઇન્સ્ટિટ્યૂટ–ની માગણી કરી. અનુવાદ એક વિષય તરીકે શીખવવામાં આવે તો સાહિત્ય અને પત્રકારત્વ બેઉ ક્ષેત્રને લાભ થવાની શક્યતા છે.
શ્રી ડગલીનું વ્યાખ્યાન લાઘવપૂર્ણ અને સુંદર હતું. પરિષદે એના એક મંત્રી શ્રી કુમારપાળ દેસાઈને આયોજનની જવાબદારી સોંપી હતી. આચાર્ય શ્રી એમ. સી. શાહે સુવિધાઓ ઊભી કરી આપવામાં ઘણી મદદ કરી, પણ સ્વાગત પ્રવચનમાં તો ધન્યતા પ્રગટ કરી કે ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે એક વિદ્યાકીય કામમાં જોડાવાની એમને તક મળી. | નિવૃત્ત અને ચાલુ તંત્રીઓ, તંત્રીવિભાગના વિદ્વાન પત્રકારો અને પત્રસંચાલકો આ પરિસંવાદમાં હાજર રહે, પત્રકારત્વને એક ઉદ્યોગ તરીકે વિકસાવવાની સાથે કેવી