________________
દેનિક પત્રોની વ્યાવસાયિક સફળતાનું રહસ્ય [ ૧૪ આ ગામનું નામ માણસને રહસ્યકથાની કોઈ અકળ ઘટનાના ઊગમસ્થાન જેવું લાગે છે અને તેનો ભેદ પામવા એ તલપાપડ બને છે. વર્તમાનપત્રો એના આ કુતૂહલને બીજા જ દિવસે ઠીક અંશે સંતોષી દે છે.
આ બધી બાબતોમાં વર્તમાનપત્રની વિશ્વાસપાત્રતા મહત્ત્વનો ભાગ ભજવે છે. વર્તમાનપત્રની સફળતામાં વાચકવર્ગની આ વિશ્વાસની લાગણી ઘણો મોટો અને મહત્ત્વનો ભાગ ભજવે છે. વર્તમાનપત્રની સફળતામાં એવો બીજો મોટો ફાળો વર્તમાનપત્રની અણધારી ઘટનાની પરિસ્થિતિને પહોંચી વળવાની સજ્જતા બની રહે છે. વર્તમાનપત્રની રોજિંદી કામગીરી બરાબર હોય પણ કશું અણધાર્યું બને ત્યારે એ ઊંઘતું ઝડપાઈ જાય અને સમયસર જાગી ના શકે ત્યારે વાચકનું મન તે અખબાર ઉપરથી તુરત ઊઠી જાય છે. વર્તમાનપત્રનો એ ખાસ નિયમ છે કે દશેરાના દિવસે ઘોડો દોડવો જ જોઈએ. જેમ કેટલીક વ્યક્તિઓ વ્યવહારકુશળતાથી જીતી જાય છે, તેમ કેટલાંક વર્તમાનપત્રો સમાચારકુશળતાથી જીતે છે. વ્યવહારકુશળ માણસ પ્રસંગને બરાબર સાચવી જાણે છે. લગ્ન હોય કે મરણ હોય, તેણે કઈ રીતે વર્તવું જોઈએ, વહેવારમાં શું કરવું જોઈએ એની સૂઝબૂઝ આવા માણસને બરાબર હોય છે. સમાચારકુશળ વર્તમાનપત્ર લોકોની જિજ્ઞાસાને ઉત્તેજનારી ઘટનાનું મહત્ત્વ તરત જ કળી જાય છે અને તે મુજબ સમાચારની બાતમી એકઠી કરીને તેની યોગ્ય માવજત કરે છે અને કેટલીક વાર અમુક દિવસ સુધી તેનો પીછો પકડે છે. એથી ઊલટું, કેટલાંક વર્તમાનપત્રના ડેસ્ક ઉપરના એક કે વધુ માણસો કશા માટે તૈયાર હોતા નથી. ધારણા મુજબના સમાચારો કે સમાચાર સંસ્થાઓએ પીરસેલી ખબરો તેમના રોજિંદા મેનુમાં યથાસ્થાને હાજર હોય છે પણ કાંઈ અણધાર્યું અને ત્યારે તેઓ તેને માનવા જ તૈયાર થતા નથી. તેમનો પ્રત્યાઘાત નકારાત્મક જ હોય છે. અખબારનવેશને પોતાની ફરજ બરાબર બજાવવાની ધગશ હોય તો તેણે કંઈ પણ બનવાની માનસિક તૈયારી રાખવી પડે છે. કદાચ આજે રાત્રે જ પ્રલય થાય તો નવાઈ નહીં એમ માનીને તેણે તૈયાર રહેવું પડે છે. કેટલાક તૈયારીની વાત તો દૂર રહી, કાંઈ પણ મોટા સમાચાર આવી પડે ત્યારે નારાજ થઈ જાય છે. મોટા ખબરનું સ્વાગત એક લપ સમજીને કરે છે અને તેથી તેની માવજતમાં કાંઈ દમ દેખાતો નથી. એકદમ માનવાનું મન ન થાય પણ સાચી વાત એ છે કે વર્તમાનપત્રની રાજકીય નીતિ તેની સફળતામાં ખાસ ભાગ ભજવતી નથી. વાચકોને અત્યંત તીવ્ર રાજકીય તરફદારી કે અણગમો ગમતાં નથી. સરેરાશ વાચક સામાન્ય મતદાર જેવો છે. કોઈક મુદ્દા પર ક્યારેક તે ઉશ્કેરાય છે, બાકી રાજકીય વિચારસરણીની બૂલાતને તે અંગત આબરૂનો સવાલ બનાવી દેતો નથી. તે અમુક ઉમેદવારને ચોક્કસ મત આપે પરંતુ નાથાલાલને બદલે પૂંજાલાલ ચૂંટાઈ જાય તો તેનાથી તે ભોંઠો પડી જતો નથી કે ઉદાસ થઈ જતો નથી. આથી વર્તમાનપત્ર જ્યારે