________________
૧૪૨
D પત્રકારત્વ : એક પડકાર
બહુ મહત્ત્વ આપી શકે નહીં, આથી નાના નાના વિસ્તારાં પૂરતા સ્થાનિક મનાવી શકાય તેવાં દૈનિકપત્રો વધ્યાં છે અને વિકસ્યાં છે. તેનું કારણ તેમાં અપાતું સ્થાનિક સમાચારોનું મહત્ત્વ છે. મોટાં વર્તમાનપત્રો સવારના પહોરમાં મોટર દ્વારા આવી જતાં હોવા છતાં દરેક નાના-મોટા શહેરમાં તેના પોતાના સ્થાનિક વર્તમાનપત્રની માંગ વધી રહી છે, તે સૌ કોઈ જાણે છે.
અખબારી વ્યવસાય માટે ચોથો અને મહત્ત્વનો મુદ્દો છે તે અનુભવી તાલીમ પામેલા પત્રકારો અને પ્રિન્ટિંગ-કમ્પોઝિંગનાં નવાં સાધનોનો સુપેરે ઉપયોગ કરી શકે તેવા તાલીમ પામેલા બિન-પત્રકાર કર્મચારીઓની પ્રાપ્તિનો. આ બંને પ્રકારના કર્મચારીઓની અગત્ય ઘણી મોટી છે, પરંતુ જેમ સામાન્ય રીતે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ નાના કેન્દ્રને બદલે મોટા કેન્દ્રમાં રહેવાનું વધુ પસંદ કરે છે, વધુ તાલીમ પ્રાપ્ત ડૉક્ટરો કે એવા અન્ય વ્યવસાયીઓની સમાજજીવનની કલ્પના ઉચ્ચ પ્રકારની હોય છે, અને તેઓ તે કારણે મોટાં કેન્દ્રોની જ વધુ પસંદગી કરતા હોય છે, તેમજ આ અખબારી વ્યવસાયમાં પણ દૂરનાં કેન્દ્રો કે જ્યાંથી નાનાં અને દેશી ભાષાનાં અખબારોનું પ્રકાશન કરી વિકસાવી શકાય એવી શક્યતા હોય છે, ત્યાં આ પ્રકારના કર્મચારીઓ પ્રાપ્ત કરવાની મુશ્કેલી હોય છે. ઓછી શક્તિ અને ઓછી આવડતવાળાથી તેમને ચલાવી લેવું પડતું હોય છે.
આમ છતાં જ્યારે વેતનનો પ્રશ્ન આવે ત્યારે મોટાં અને નાનાં કેન્દ્રો વચ્ચેના તફાવતને ધ્યાનમાં લીધા વિના, વેઇજ બોર્ડ કે એ પ્રકારનાં કમિશનો ફેર વેઇજ અને મિનિમમ વેઇજને જ લક્ષમાં લેતાં રહ્યાં છે. આ કારણે એક પ્રકારની આર્થિક અસમતુલા ઊભી થાય છે.
આ બધી મુશ્કેલીના ઉકેલ માટે ૧૯૫૪ના પ્રેસ કમિશને તથા 'પની ફૅક્ટ ફાઈન્ડિંગ કમિટીએ ખૂબ લંબાણથી ચર્ચા-વિચારણા કર્યા પછી પ્રાઈઝ પેઇઝ શેડ્યુલ અને ભાવનિયંત્રણની જે ભલામણ કરી છે તે ભલે આજે ઘણી જૂની ગણાય પરંતુ હજુ પણ તેની આવશ્યકતા છે. તેને અમલમાં લાવવી જરૂરી છે. અખબારી સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારના કારણે સુપ્રીમ કોર્ટે અગાઉ અમલમાં લાવવામાં આવેલા પ્રાઇઝ પેઇઝ શેડ્યુલને રદ કર્યું હતું. તે પછી બંધારણમાં એ માટે જરૂરી સુધારો કરી લેવાનું કામ રાજકીય અસ્થિરતાના કારણે અટવાઈ ગયું છે. તેને ફરી હાથ ઉપર લઈ ઉકેલવામાં આવે તો પ્રાઇઝ પેઇઝ શેડયુલ જેવી વ્યવસ્થા ગોઠવાય તો નાનાં, મધ્યમ અને મોટાં વર્તમાનપત્રો વચ્ચેની સ્પર્ધા તો દૂર થાય, સાથેસાથે દરેક પોતપોતાની ગજાશક્તિ અનુસાર વિકાસ પણ સાધી શકે. અન્ય ઉદ્યોગો કરતાં અખબારી ઉદ્યોગમાં એક વિચિત્રતા છે. નાના-મોટા ઉદ્યોગોમાં એકબીજાનાં હિતો સામ-સામે હોવા છતાં તેમાં એકબીજાને પૂરક બનવું પડતું હોય છે, જ્યારે અખબારી ક્ષેત્ર નાનાં, મધ્યમ અને મોટાં વચ્ચે એની વિશિષ્ટ આર્થિક પરિસ્થિતિ, વિશિષ્ટ રાજકીય પરિસ્થિતિ અને વિશિષ્ટ ટેનિકલ પરિસ્થિતિને કારણે કેટલાંક સમાન હિનો હોવા છતાં ટકરામણ ઊભી થાય છે. પ્રાઇઝ પેઇઝ શેડ્યુલ જેવું હોય તો આવી અર્થડામણ ઘટી રહે. સ્પર્ધા રહે તોપણ