________________
દૈનિક પત્રોનું આર્થિક આયોજન [ ૧૪૧
ખાય તે પરિસ્થિતિ ધીમે ધીમે ઊભી થતી જાય છે. આમાં વળી ઇલેકિટ્રક માધ્યમ આવતાં એ પણ જાહેરખબર આવકમાં એક મોટું હરીફ બની ગયું છે. મોટા ભાગની કન્ઝયુમર્સ ચીજોની જાહેરખબરો ટી.વી. માધ્યમોમાં ચાલી ગઈ છે. એમાં તો મોટાં અખબારોને પણ સહન કરવું પડે તેમ છે. પરંતુ એક આશાનું કિરણ પણ અહીં છે. તે એકદમ જિલ્લા કક્ષાનાં અખબારોને મળતી સ્થાનિક જાહેરખબરોથી જિલ્લા કક્ષાનાં અખબારોને ટકવા માટેની એક આશા છે.
આજે એક બાજુ ન્યૂઝપ્રિન્ટની ઉપરનો અંકુશ લગભગ નાબૂદ થાય તેવું જ છે. ત્યારે ન્યૂઝપ્રિન્ટની બાબતમાં જે થોડીક સગવડો નાનાં અખબારોને મોટાં કરતાં વધુ મળતી હતી તે અત્યારે બિલકુલ નથી.
અખબારી અર્થકારણની ત્રીજી બાજુ છે – જાહેરખબર. એ જેટલી વધુ તેટલું તે અખબારનું અર્થતંત્ર મજબૂત. ત્રણ-ચાર સમિતિઓ અને કમિશનોએ જાહેરખબરને લગતાં વિવિધ પાસાંઓ તપાસ્યાં પછી સરકારને કરેલી ભલામણોને આધારે, દેશી ભાષાનાં અખબારોને આ બાબતમાં પ્રાધાન્ય આપવાની સરકારે નીતિ અપનાવેલી હોવા છતાં અંગ્રેજી ભાષાનાં અખબારોને દેશી ભાષાનાં અખબારોનાં કરતાં જાહેરખબરોના ઊંચા ભાવ અપાતા રહ્યા છે. સરકારી નીતિ અને રાષ્ટ્રીય નેતાઓનું દેશી ભાષાનાં અખબારો તરફ સહાનુભૂતિભર્યું વલણ હોવા છતાં, નોકરશાહીમાં આઈ.એ.એસ. કક્ષાના અમલદારોના મનમાં અને વ્યવહારમાં અંગ્રેજી ભાષાનું જે મહત્ત્વ અને પ્રભુત્વ રહ્યું છે, તે કારણે અંગ્રેજી ભાષાનાં અખબારો પ્રત્યે આવું વલણ રહ્યું છે અને સરકારની નિર્ધારિત નીતિનો અમલ પણ કંઈક ઊણો રહેતો આવ્યો છે. જાહેર સાહસો પર તેમનું પ્રભુત્વ હોવાથી, જાહેર સાહસો અને જાહેરખબરો પણ દેશી ભાષાનાં કરતાં અંગ્રેજી ભાષાનાં અખબારો તરફ ઝોકવાળી રહી છે. ઉપરાંત મોટા ઉદ્યોગપતિઓ અને અંગ્રેજીમાપી અખબારો સાથે સીધી કે આડકતરી સંકળાયેલા હોઈને તેમનાં આર્થિક અને રાજકીય આધિપત્યના કારણે જાહેરખબરો પર તેમનો અંકુશ રહે તેથી તેમનું લક્ષ પણ પોતાનાં અખબારો કે માસ-મિડીયા પર પોતાનો અંકુશ વધુ રાખવાના ઇરાદાથી જાહેરખબરોનું વલણ મોટા અખબારો તરફ રહે, તેવું કરતા રહેતા હોય છે.
વળી, એ વાત એટલી જ સહજ અને સાચી છે કે, જેમને પોતાના માલની પ્રતિષ્ઠા કે વેચાણ વધારવું છે, તેઓ પોતાની જાહેરખબર જે અખબારોનો વાચકવર્ગ મોટો હોય તેમાં જ આપવાનું પસંદ કરવાના. આ સમસ્યા પણ નાના અને મધ્યમ કદનાં અખબાર સમક્ષ જાહેરખબર ક્ષેત્રે રહેવાની. આમ છતાં એ નોંધવું રહ્યું કે, દેશી ભાષાનાં નાના અને મધ્યમ અખબારોનું પ્રમાણ વધી રહ્યું છે, તેનો વાચકવર્ગ એકંદરે અંગ્રેજીભાષી અખબારો કરતાં વધારે છે. તેમનો એક અભિગમ છે : જુદા જુદા વિસ્તારમાંના લોકો પોતાના વિસ્તારમાં, તેમજ પોતાના સામાજિક જીવન સાથે સંકળાતા હોય તેવા સમાચારો ઇચ્છતા હોય છે. મોટાં અખબારો જેને વધુ વિસ્તારો આવરી લેવાના હોય છે, તેઓ બધા વિસ્તારના ઉપર કહ્યા તે પ્રકારના સમાચારોને