________________
૧૩૬ સાહિત્યિક પત્રકારત્વ
પત્રકાર જેમ સર્જક છે એમ દાસાનુદાસ પણ છે જ. સ્વતંત્રતા, નીડરતા, સંયમ અને વિચારગાંભીર્ય એ પત્રકારનાં આભૂષણો છે. પત્રકારત્વ એ એક યોગ છે એ અસિધારાવત છે. યા નિશા સર્વ ભૂતાનામ્ તસ્યાનું નાર્તિ સંયમી એ ગીતાબોલ પત્રકારને યથાર્થ લાગુ પડે છે. નીડર અને સ્વતંત્ર પત્રકારત્વે વિશ્વભરમાં સ્વતંત્ર વિચારશક્તિના ઝરણાં વહેતા કર્યા છે અને દેશકાળ પણ પલટાવ્યા છે. ફૂલીફાલી ઉન્મત્ત સત્તાની અસહિષ્ણુતાને કે કાતિલ કિન્નાખોરીને એણે મસ્તક પર ઝીલી છે અને વધેરી પણ છે. એમ કરતાં કંઈક ખપી પણ ગયા હશે એમના સમર્પણમાં તૈલસિંચને એમણે પત્રકારત્વની જ્યોત ઝળહળતી રાખી છે. પત્રકારત્વનો વ્યવસાય પવિત્ર છે. કેવળ સ્વાર્થના લોભે એને ભ્રષ્ટ કરનારા કાળે કરીને પત્રકારત્વમાંથી ભ્રષ્ટ થયા છે અને થશે. મા જોઙ વીઘન પત્રકારત્વને જ વરેલા પત્રકારને માટે કર્તવ્યપાલન એ જ મોટો ધર્મ છે. એની સત્તાની, નેતાગીરીની કે મોટાઈની કુછ પરવા નથી.”
– કાલિદાસ શેલત (ગુજરાત સાહિત્ય પરિષદના ૧૮મા અધિવેશનના પત્રકારત્વ વિભાગના
પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાંથી)