________________
સાહિત્યેતર વિષયો ૧૯
a નિરંજન પરીખ વર્તમાનપત્રો વગર આધુનિક વિશ્વનું અસ્તિત્વ શક્ય નથી. આપણું આધુનિક વિશ્વ કેવું છે ? અને આપણાં વર્તમાનપત્રો કેવાં છે? ઝડપથી પરિવર્તન પામી રહેલા આપણા સમાજમાં તત્કાળ તૈયાર કરી શકતા આહાર, તત્કાળ કેળવણી, તત્કાળ માહિતી અને જ્ઞાનપ્રસારણ તેમજ તત્કાળ અસ્તિત્વમાં આવતાં નગરો તો જાણે રોજિંદી ઘટના બની ગઈ છે.
નવ સમાજરચનાને વરેલો ભારત દેશ ઔદ્યોગિકીકરણ અને આધુનિકીકરણના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારત પણ ઝડપથી અસ્તિત્વમાં આવતી અવનવી મનો-આર્થિક નીપજોથી મુક્ત રહી શકે નહીં.
મનો-આર્થિક નીપજ ઝડપથી સર્જાતી અને વિલાતી રહે છે. એના અલ્પકાલીન અસ્તિત્વની છાપથી, એની અસરથી આપણી ચેતના સતત ભભૂકતી રહે છે. બાહ્ય વાસ્તવિકતાની છાપના પરિણામે દરેક વ્યક્તિના મસ્તિષ્કમાં આ વિશ્વ અંગે એનું પોતાનું માનસ-સ્વરૂપ રમતું રહે છે. જેમ જેમ મનો-આર્થિક નીપજ બદલાતી રહે, જેટલી ઝડપથી બદલાતી રહે એટલી ઝડપથી માનવીના મનમાં રહેલી વિશ્વ વિષેની છાપ બદલાતી રહે છે. જૂની સમજ તૂટતી જાય છે, નવી સમજ સર્જાતી જાય છે – અને તે પણ અલ્પકાળ માટે જ.
સમૂહ માધ્યમોએ આપણી વિશાળ પૃથ્વીને વિશ્વગામમાં ફેરવી નાંખી છે. ઝડપી સંપર્ક વહેવારે અને એમાંય વળી માનવસર્જિત સુસંકલિત અને હેતુલક્ષી સંપર્ક સંદેશાના વહેવારે એક વિશિષ્ટ “માનવલોક' સર્યું છે. વર્તમાનપત્રનો સુસંકલિત અહેવાલ કે હેતુલક્ષી સંદેશાવાળી જાહેરાત લોકમાનવ પર અલ્પ, કે દીર્ઘ અસર નિપજાવે છે. તેની ચેતનાને ભભૂકતી રાખે છે. વર્તમાનપત્ર વાંચતો કે વાંચી શકતો માનવી રોજના આવા હજારો શબ્દોને વાચ-સ્પર્શ કરતો હોય છે. એમાંથી કેટલાય શબ્દો-સંદેશાઓ- એની ચેતનાને ભભકાવી જૂની સમજ તોડી, નવી સમજ સર્જતા હોય છે – ગૂંચવાડો પણ સર્જાતો હોય છે. પરંતુ અત્યાર સુધી ધીમી ગતિથી ચાલી આવેલા સમાજના માનવીનું મસ્તિષ્ક આટલી ઝડપથી સર્જાતી કે વિલાતી સમજ માટે સમર્થ નથી.
આ વિશ્વ અંગે કે આપણાં રોજિંદા જીવનનાં જ્ઞાન કે સમજને આવરી લેતાં પુસ્તકો ! – સાહિત્યનું આયુષ્ય પણ, રોજેરોજ ઝડપથી બદલાતી જતી સમાજના