________________
ગુજરાતી સાહિત્ય-સામયિકો – એક દૃષ્ટિપાત | ૧૦૩ હતું ને ઘણા બધા સામાજિક વિષયોને સામગ્રી તરીકે આલેખતું હતું. પણ ૧૮૫૫થી દલપતરામ તંત્રી થતાં એમાં સાહિત્યની સામગ્રી પણ ઉમેરાઈ. તે સમયનાં લગભગ સર્વ સામાજિક તેમજ સાહિત્યિક સંચલનોનું પ્રતિબિંબ આ માસિક સામયિકમાં ઝિલાયેલું છે. દલપતરામની સાહિત્ય-પ્રેરકતાનું તેમજ તેમના વૈચારિક ગદ્યના વિકાસનું પણ એ વાહક હતું. આજ સુધી અખંડ ચાલતું રહેલું, સંશોધન-અધ્યયનની દિશામાં જઈને વળી સાહિત્યના સર્વસામાન્ય રસનું માસિક બનેલું ‘બુદ્ધિપ્રકાશ' ગુજરાતનું સૌથી લાંબો આયુષ્યકાળ ધરાવતું સામયિક છે.
એ સમયે પણ વધુ ઉત્તેજક સામયિકો તો હતાં “સત્યપ્રકાશ' (૧૮૫૫) અને ડાંડિયો' (૧૯૬૪), કેમકે એમણે ધાર્મિક-સામાજિક ક્ષેત્રે ઘણો મોટો ઊહાપોહ – ક્યારેક વિવાદ પણ – જગવ્યો. કરસનદાસ મૂળજી જેવા અત્યંત નિર્ભીક પત્રકારસુધારકે “સત્યપ્રકાશ' દ્વારા ધાર્મિક પાખંડો સામે અવાજ ઊંચક્યો હતો. વિખ્યાત મહારાજ લાયબલ કેસ'ની નિર્ણાયક સફળતામાં અન્ય પરિબળો-વ્યક્તિઓ ઉપરાંત સત્યપ્રકાશ'નો પણ ઘણો મોટો ફાળો હતો. જોકે આ સામયિકનાં લખાણોની ભાષા, એની લખાવટ, પ્રાથમિક અને ઠીકઠીક અણઘડ હતી.
નર્મદના અનેકરંગી વ્યક્તિત્વનું બલકે એના વિવિધ સમયના મિજાજો(મૂડ્ઝ)નું પ્રતિબિંબ “ડાંડિયોમાં બરાબર ઝિલાયું છે. મુખ્યત્વે એ ઓજસ્વી અને તીખાશવાળા સામાજિક પત્રકારત્વના માધ્યમ તરીકે આરંભાયેલું. વિશ્વનાથ ભટ્ટે આ જ સંદર્ભે નર્મદને “જાગ્રત પ્રહરી' કહેલો. એ ઉપરાંત ગુજરાતી ગદ્યના (ખાસ તો નર્મદના ગદ્યના વિકાસનું પણ એ વાહક બનેલું. એના વૈચારિક ને સાહિત્યિક ગદ્યનાં ઘણાં પરિમાણો એમાં દેખાશે. વિશિષ્ટ લઢણોવાળી છતાં એની ભાષા પ્રમાણમાં સાફ અને અસરકારક હતી.
શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતું, સરકારના કેળવણી ખાતાનું સામયિક“ગુજરાત શાળાપત્ર' (૧૮૬૨) શરૂઆતમાં મહીપતરામ નીલકંઠના તંત્રીપદે ચાલતું હતું. ૧૮૭૦માં નવલરામ એના તંત્રી થયા એ પછી, ૧૨ વર્ષ સુધી, ગ્રંથાવલોકનોનો વિભાગ પણ એમાં નોંધપાત્રપણે ઊપસ્યો. મુદ્રણયંત્રે જે પ્રકાશન-વિસ્ફોટ,સરક્યો હતો એ સ્થિતિમાં, સારા-નરસા વાચનને જુદું પાડી આપવું તેમજ સાહિત્યલેખનની શિષ્ટતાનું અને સજ્જતાનું ધોરણ ઊભું કરી આપવું ઘણું જરૂરી હતું. એથી જ, ઉત્તમ ગ્રંથોની વિગતવાર સમીક્ષાઓ કરવા ઉપરાંત નવલરામે કેટલાંક ઝડપી, માર્મિક અવલોકનોના સાતત્યથી પહેલા વિવેચકની મહત્ત્વની જવાબદારી નિભાવી. પુસ્તક વિશે ગોળગોળ અભિપ્રાય આપવાને બદલે સારાને સ્પષ્ટપણે સારું કહેવું અને નબળું હોય તો એના પર “બે-ચાર ચાબખા અવશ્ય લગાવવા”, એવા એમના જાણીતા અભિપ્રાયમાં વિવેચકની