________________
પાંચ ૫, વિનયના વિવિધ પ્રકાર
જેનધર્મ ગુણોને પૂજક છે, ગુણોની પૂજા એ તેને મુદ્રાલેખ છે. આ દષ્ટિએ માનવજીવનનું નિર્માણ કરવામાં, આત્માની શુદ્ધિ કરવામાં અને જીવનને ઉન્નત કરવામાં સહાયક થાય તેવા ગુણો તરફ અભિમુખતા અને શ્રદ્ધા રાખવી તેમ જ તેને આદર અને તેનું માહાત્મ કરવું જોઈએ. વળી તેની આશાતના ન કરવી જોઈએ. આ રીતે વિનય. દાખવી આવશ્યક બની જાય છે. સાથે સાથે ગુણ અને ગુણવાનને અભિન્ન સંબંધ હોવાને કારણે, જે પૂર્વોક્ત પ્રકારના ગુણથી સંપન્ન હોય, તેવી
વ્યક્તિને પણ વિનય કરે જોઈએ. ગુણવાનને વિનય તે ગુણના વિનય બરાબર છે. ગુણવાનના વિનયથી તે ગુણોને પ્રોત્સાહન મળે છે. તે ગુણોને પ્રજા જીવનમાં અપનાવવા પ્રેરિત થાય છે. આ રીતે પ્રકારાન્તરે ગુણવાનની સેવા, પૂજા, ભક્તિ
97. વિનયના વિવિધ પ્રકાર