________________
આ રીતે વિનયની આડમાં વિનય’ શિષ્યે ધૃતતાનુ' મહાભયંકર કૃત્ય કર્યું.
મિત્રો ! ધ્યાન રાખો કે દ્રવ્ય-વિનય માત્ર દેખાડા-છેતરવાનુ સાધન બની જાય નહીં. હૃદયની સચ્ચાઈથી જે શુદ્ધ, છલરહિત વિનય આચરવામાં આવે છે તે મેાક્ષફળદાયક હાય છે. ભાવ-વિનયની સાથે દ્રવ્ય—વિનય જોડાઈ જાય તો સેનામાં સુંગધ ભળે છે. જો દ્રવ્ય-વિનય. (વૃદ્ધાવસ્થા, ખીમારી, અશક્તિ, પશુતા વગેરેને કારણે) કયારેય ન હાય તા ભાવ વિનયથી પણ મેાક્ષની હૂંડી સ્વીકારાઈ જાય છે.
સ્થળ : જૈનભવન, બીકાનેર ૭ ઑગસ્ટ, ૧૯૪૮
96
ઓજસ દીઠાં આત્મબળનાં