________________
લાગે. શહેરી વેપારીએ તેના આવા વર્તનને જોઈને પૂછ્યું, “આય ભજન કેમ નથી કરતા? આ શું કરે છે કપડાને મીઠાઈ કેમ અડાડો છે?”
શેઠે કહ્યું, “હું પહેલાં આ બધાને ભેજન ખવડાવું છું, કે જેને કારણે મને મીઠાઈ અને આટલી બધી મહેમાનગતિ મળી.”
શહેરના વેપારીએ કહ્યું, “કેમ એવી શી વાત છે?”
ગામડાના શેઠે જવાબ આપ્યો, “વાત એમ છે કે હું તે તેને તે જ ગામડાને વાણિયે છું, પણ પહેલાં જ્યારે સાદા ષિાકમાં આપને ત્યાં આવતે, ત્યારે આપ મારે ભાવ પણ પૂછતા નહીં. મેં વિચાર્યું કે આ વેપારી માનવીના ગુણોની કદર કરતા નથી. માત્ર પિોષાક અથવા ટાપટીપને જ જુએ છે. એને સાચે બેધપાઠ ભણાવવા જોઈએ. એટલે આજે હું બનીઠનીને રાજવી ઠાઠમાઠથી આવે છું અને તેથી તે તમે આજે મારી ખૂબ મહેમાનગતિ કરી. તે જેને લીધે મને આદર મળે છે તેને હું પહેલાં ખવડાવતે હત” આ શહેરને વેપારી સમજી ગયો. તેનું માથું શરમથી ઝૂકી ગયું અને પિતાની ભૂલને માટે ગામડાના શેઠની માફી માગી.
કહેવાનું તાત્પર્ય એ છે કે ધન અથવા વૈભવને જોઈને જે વિનય દાખવવામાં આવે છે, એ અર્થ–વિનય છે, સાચે વિનય નથી. ક, કામ-વિનય :
કામ-વાસના થી ભરેલી વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે નમીને-લળીને વિનય દાખવે છે, પણ તે શા માટે? માત્ર કામ-વાસનાની પૂર્તિ માટે. એ વખતે તે તે સ્ત્રીની લાત પણ સહન કરી લે છે. આ રીતે પોતાની કામ-કડાની પોકળ લીલા કોઈ જાણી જાય અને પોતાની પ્રતિષ્ઠા ધૂળમાં મળવાની દશા આવી પડે તે પિતાનાથી ઉંમરમાં નાની વ્યક્તિ તે શું, પણ બાળક હોય તે તેના ચરણમાં માથું નમાવવા તૈયાર થઈ જાય છે. એ વખતે તેની સે ગાળો પણ ચૂપચાપ સાંભળી લે
92 ઓજસ દીઠાં આત્મબળનાં