________________
લાલચોળ થઈ જાય છે. આથી શેઠ પ્રત્યેને વિનય હૃદયથી નહીં પણ પૈસાને કારણે થતું હોય છે.
આજે જગતમાં ધનની બેલબાલા છે. ધનાઢય વ્યક્તિમાં કઈ દોષ હશે તે લોકે તેની સામે કહેવાના બદલે તેમની પ્રત્યે તે વિનય જ દાખવશે. આ બાબતમાં મને એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક વાણિયે ગામડામાં રહેતા હતા. એની પાસે પૈસા તે બહુ ન હતા, પણ ગામલો કે તેને સદાચાર અને નીતિમત્તાને જોઈને તેને શેઠ કહેતા હતા. આ વાણિયે શહેરમાં માલ લેવા માટે મોટા વેપારી પાસે જતોત્યારે સાવ સાદો પોશાક પહેરીને જતે. શહેરને વેપારી એનાં સાદાં કપડાં અને ગરીબીને જોઈને તેનું કંઈ આતિથ્ય કરતે. નહેત કે ન તે તેને ભોજન માટે કહેતો. એથીયે વધુ, કયારેક તે. આ ગામડાના શેઠનું અપમાન પણ કરી નાખત. એક દિવસ ગામડાના શેઠે વિચાર્યું:
આ શહેરના અભિમાની વેપારીની સાન ઠેકાણે લાવવી જોઈએ. એને કોઈક એવો બોધપાઠ શીખવવું જોઈએ કે જેથી જિંદગીમાં કયારેય કેઈ ગરીબનું અપમાન કરવાની હિંમત ન કરે.” " તેણે શહેરના એક બેબી પાસેથી કીમતી કપડાં ભાડે લઈ લીધાં.. એક લાકડી ખરીદી અને ક્યાંકથી ઉધાર માંગીને કેટલાંક આભૂષણ પહેરી લીધાં અને પછી ભારે ભપકા સાથે શહેરના એ અભિમાની. વેપારી પાસે પહોંચ્યો. અભિમાની શેઠે. ગામડિયાને આ વેશમાં ઓળ--
ખે નહીં અને કઈ મેટો માણસ સમજીને તેનું સ્વાગત કર્યું. એણે ભેજન માટે આગ્રહ કર્યો. ગામડાના શેઠે આગ્રહને સ્વીકાર. કરી લીધું. ' જ્યારે તે ભેજનને માટે બેઠે ત્યારે શહેરી શેઠે એક થાળમાં મીઠાઈ પીરસીને સામે મૂકી. ગામડાના શેઠે હાથમાં મીઠાઈને ટુકડો કયારેક પોતાના કપડાંને તે કયારેક ઘરેણુને અડકાડવા.
- - - 9T ધમનું મૂળ છે વિનય