________________
એ તપ છે અને જીવનના અન્ય દુાને આયાસપૂર્વક ઉખાડી નાખીને, જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રત્યે શ્રદ્ધા રાખીને તેમને જીવનમાં સ્થાપતા હાવાથી વિનય ગુણ પણ છે. વળી, જ્ઞાનપ્રાપ્તિને માટે જ્ઞાની અને ચારિત્ર્યશીલનું અથવા ચારિત્ર્યમાં સહાયક થનારાં પ્રખળ નિમિત્તોનું બહુમાન કરવામાં, આશાતના ન કરવામાં, ભક્તિ અને ગુણગ્રાહકતાના રૂપમાં ચરિતાર્થ થવાથી વિનય આચરણરૂપ પણ બને છે. સમાજનું ધારણ-પાષણ કરનારા હાવાથી અને સમાજની વ્યવસ્થા અને અનુશાસનને સુંદર રીતે ટકાવનારા હેાવાથી વિનય એ ધમ પણ છે. લાકસંગ્રહ કરવાવાળા અને પ્રાણીઓમાં પરસ્પર સદ્ભાવના જગાડીને સદ્વ્યવહાર જગાડનારા હાવાથી અને જીવનમાં દુસન, ખાટી આદત, ખરાબ સ્વભાવને શુદ્ધ કરીને નીતિ તરફ પ્રેરનારા હાવાથી વિનય જીવનને સસ્કારી બનાવનારી એક વિશિષ્ટ નીતિ પણ છે. વિનયનાં આ બધાં રૂપા કર્માંની નિરા દ્વારા આત્માને શુદ્ધ બનાવીને મુક્તિ અપાવે છે. આથી બધાંનુ ઉદ્દેશ્ય સમાન છે.
આ જ કારણે જૈનધર્મીમાં વિનયને ધનું મૂળ માનવામાં આવે છે. એને ગુણ્ણાના સંગ્રાહક અને મેાક્ષના દરવાજો કહ્યો છે. આથી કહ્યું છેઃ
'मूलं धम्मस्स विणओ'
‘વિનય ધર્માંનુ મૂળ છે.’
ચંદ્રગુપ્તના વૃદ્ધ મહામંત્રી ચાણકયે પોતાના નીતિસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે ઃ
ઓ.
'इन्द्रियजयस्य मूलं विनयः '
‘ઇન્દ્રિય પર વિજય મેળવવા પાછળનું મૂળ કારણ વિનય છે.' વિનયથી માત્ર ઇન્દ્રિયા જ નહીં, બલ્કે આખી સૃષ્ટિ મનુષ્યના વશમાં આવી જાય છે. તમે કોઈની સામે થોડાક નમશે, તે તે વ્યક્તિ તમારી સામે વધુ નમશે. એક શાસક જો પ્રજા તરફ ઉદ્ધતાઈ દાખવશે અથવા તા અહંકારમાં ડૂબી જઈને પ્રજાના
81
- ધનું મૂળ છે વિનય