________________
સમાન સંત કે બષિમુનિ પાસે જાઓ અથવા તે વિદ્યાના ભંડાર એવા દાર્શનિક, પ્રોફેસર કે વિશેષજ્ઞ પાસે જાઓ, તમે તે કેરા. ધાકેર જ રહેશે.
વિનમ્રતાનો અભાવ હોય તે કઈ પણ જ્ઞાનસાગર કે વિદ્યાભંડાર વ્યક્તિ તમારી આગળ દિલ ખોલશે નહીં, કારણ કે વિદ્યાથી કે શિષ્યની ગેરશિસ્ત કે ઉદ્ધતાઈ તેમના મનને ખિન્ન કરી દેશે અને એ ખિન્નતા હૃદયના ખૂલતા દ્વારાને ફરીથી બંધ કરી દેશે.
જીવનના ઘડાને જ્ઞાનના અમૃતથી ભરવા માટે સૌપ્રથમ અહમના વિષને દૂર કરવું પડશે, નહીં તે જ્ઞાનને તે વિષમય બનાવી દેશે. ઝેરનું એક ટીપું કેટલાય મણ દૂધને વિષયુક્ત કરી મૂકે છે, તે જ્યાં આ જીવનઘટ જ અધિકાંશ અહંકારના ઝેરથી ભરેલું હોય ત્યાં જ્ઞાનના થોડાં ટીપાં પણ વિષમય બની જાય, તેમાં વળી શું નવાઈ?
જીવનના નિર્માણ માટે અને જીવનને અનેક ગુણોથી સુશોભિત કરવા માટે, વિનયગુણની તપ રૂપે અનિવાર્ય આવશ્યકતા છે. તપસાધના રૂપે જ્યારે જીવનમાં વિનય આવે છે ત્યારે તે શ્રદ્ધા, નમ્રતા અનુશાસન, નિરંકારીપણું, નિરાભિમાન, ક્ષમા, કરુણ વગેરે અનેક ગુણોને સાથે લઈને આવે છે, આથી જ જીવનના મર્મજ્ઞ ભગવાન. મહાવીરે વિનયને ખૂબ મહત્ત્વ આપ્યું છે.
ઉત્તરાધ્યયન સૂત્ર”ના નામથી પ્રચલિત પાવાપુરીના એમના અંતિમ પ્રવચનેમાં તેમણે સૌપ્રથમ ‘વિનયધર્મ પર પ્રવચન આપ્યું હતું. તે ઉપરાંત દશવૈકાલિક સૂત્રમાં નવમો અધ્યાય પણ વિનયસમાધિની ભાવનાથી ભરેલું છે. “પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં વિનયને આચારનું રૂપ આપવામાં આવ્યું છે. તપશ્ચર્યાના પ્રકારમાં અભ્યાન્તર તપમાં વિનયને ગણાવ્યો છે, જે કે આ ત્રણેમાં વિનયના વિવેચનનો દષ્ટિકોણ ભિન્ન ભિન્ન છે, છતાંય આ ત્રણેયને હેતુ એક જ છે અને તે છે જીવનશુદ્ધિ અને તે દ્વારા જીવનનું સર્વાગી નિર્માણ, વિનય. મનના અહંકારને પિગળાવનારે અને જીવન-શુદ્ધિને સર્જક હોવાથી,
80 ઓજસ દીઠાં આત્મબળનાં