________________
વ્યતિકમ થાય. તેથી આગળ વધીને તે વસ્તુને મેળવીને પિતાની પાસે રાખી લે પણ તેને ઉપગ ન કરે તો તેને “અતિચાર” કહેવાય. પણ જે આ વસ્તુ કામમાં લીધી, મુખમાં મૂકી દીધી, પરંતુ પ્રતિજ્ઞાનું તરત જ સ્મરણ થતાં થૂકી દીધી કે ત્યાગ કર્યો પણ પશ્ચાત્તાપ ન કર્યો, તે એ દેષ પણ “અતિચારની કટિમાં જ આવે. પરંતુ વસ્તુને કામમાં લઈ લીધી કે ખાવાની વસ્તુ ગળાની નીચે ઉતારી અથવા તે ખાઈ લીધી ત્યારે આ દોષ “અનાચાર' કહેવાય.
હા પસ્તાવો ! સમાજમાં જ્યારે કેઈ વ્યક્તિ મેહ, સ્વાર્થ, લોભ કે અભિમાનને વશ થઈને સામાજિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે અને તેનું પાલન કરતી નથી, તે તેના પરિણામે અનેક અનિષ્ટ સર્જાય છે. અહીં પણ પ્રાયશ્ચિત્ત-ત૫ ગુનેગાર વ્યક્તિની અને એ રીતે પરંપરાથી અચૂક સમાજની શુદ્ધિ કરે છે. પ્રાચીનકાળમાં ગામડાંઓમાં ગ્રામ પંચાયત કે વિભિન્ન જાતિઓની પંચાયતો હતી. તે ગામ કે સમાજમાં ફેલાતા અનિષ્ટને દૂર કરીને સમાજમાં શુદ્ધિનું વાતાવરણ સર્જવા માટે અનિષ્ટકર્તા(ગુનેગારોને પ્રાયશ્ચિત્ત(સજા) આપીને તેની શુદ્ધિ કરતી હતી. આજે પણ સમાજમાં આ પ્રાગ સાર્વજનિક સેવા સંસ્થાઓ દ્વારા થઈ રહ્યો છે. સાધુસમાજમાં તે આ પ્રયોગ વર્ષોથી પ્રચલિત છે અને આચાર્ય કે સંઘનાયક પ્રાયશ્ચિત્ત દ્વારા દોષ કરનારા સાધુની શુદ્ધિ કરે છે. જે તે પ્રયોગ ગૃહસ્થ–સમાજમાં યોગ્ય રીતે પ્રચલિત થાય, તે સમાજમાં દોષે કે અપરાધની સ્થિતિ ઘણી ઓછી થઈ શકે અને સમાજ શુદ્ધ અને ધર્મનિષ્ઠ બની શકે છે. પરંતુ આજે આ બાબત પ્રત્યે ગૃહસ્થવર્ગનું લક્ષ ખૂબ ઓછું છે. આને પરિણામે સમાજમાં મેટાં મોટાં ભયંકર પાપ જબરજ ચેપી ફીલ્લાની માફક થાય છે. આનાથી સમાજમાં નૈતિકતા અને ધાર્મિકતાની મર્યાદાઓ લુપ્ત થતી જાય છે.
અપરાધીઓને એને પણ ખ્યાલ નથી કે સમાજની શુદ્ધ ધર્મ-મર્યાદાઓનો ભંગ કરવા છતાં અહીં ભલે તેઓ સરકારની સજાથી બચી જાય,
149 આ.-૪
આલેચના: જીવનનું અમૃત