________________
પાર પાડી આપતા. પરોપકાર કર્યા પછી કદી એની પાસે ઉધરાણી ન કરે. પેલે માણસ સુખી થાય અને સ્વેચ્છાએ આપી જાય તે બરાબર. બાકી ક્યારેય પૈસા માંગવા જવાનું નહીં. પોતાની અંતિમ વેળાએ દીકરાઓ પાસે એવી પ્રતિજ્ઞા લેવડાવી હતી કે જેની રકમ બાકી હોય તેને ત્યાં કદી ઉઘરાણી કરશે નહીં, કદી કેઈના પર કેસ કરશે નહીં; સ્વેચ્છાએ આવે તે લેજે, બાકી ભયો ભયો !
કરમણ નોંધાની આ ભાવના એમના કુટુંબમાં પણું ઊતરી. એમના મેટા પુત્ર લખમણે ખેતી અને ઢોરઢાંખર સંભાળવાની સાથોસાથ પિતાનાં સત્કાર્યો એ જ રીતે ચાલુ રાખ્યાં. આ સમયે લખમણના ભાઈ રાયચંદભાઈ અગિયાર વર્ષની નાની વયે ૧૯૨૮માં નાયરોબી આવ્યા, પછી પિતાના બીજા ભાઈઓને પણ બેલાવ્યા અને સહુએ મળીને વ્યાપારમાં શૂન્યમાંથી સર્જન કર્યું. દેવચંદભાઈના પુત્રો સોમચંદભાઈ અને પ્રેમચંદભાઈ મેટ્રિકનો અભ્યાસ પૂરો કરી વ્યવસાયમાં જોડાયા. પરિશ્રમ અને પ્રેમાળ સ્વભાવથી વ્યવસાયમાં સુંદર વિકાસ સાથે. કેનિયા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, ઝામ્બિયા, લંડન અને ઇન્દોરમાં પોતાના ધંધાને ખૂબ વિકાસ કર્યો. સેમચંદભાઈની સેવાભાવના, પ્રેમચંદભાઈ, વેલજી લખમણ, સ્વ. જયંતિલાલ લખમણ, ગુલાબચંદ લખમણ, મનસુખલાલ રાયચંદ, કપુરચંદ દેવચંદ, રતિલાલ દેવચંદ, અરુણ દેવચંદ જેવા એમના પરિવારજનોમાં પણ પ્રગટ થઈ. નાયબીમાં સોમચંદભાઈનું નિવાસસ્થાન એટલે સંતાનો ઉતારે. એમની સેવાભાવના પણ અજોડ. આવા એક ઉમદા પરિવારના સહયોગથી આ ધર્મપષક અને મૂલ્યવાન ગ્રંથમાળા પ્રગટ થઈ રહી છે, તે આનંદદાયક ઘટના ગણુંય.