________________
શરીરને જાણી જોઈને નિરર્થક અને બિનજરૂરી રીતે દુઃખમાં નાખવું એ કાય-કલેશ નથી. પોતાના અને બીજાના કલ્યાણની સાધના અથવા શુદ્ધ ધર્મની આરાધનાને માટે કોઈવાર તમને અણસમજુ લેકે દુઃખ આપે, હેરાન કરે અથવા તમારે કોઈ વ્યક્તિની સેવા-સુશ્રુષામાં ભૂખ-તરસ અથવા રાત્રે ઉજાગરાનું દુઃખ સહેવું પડતું હોય ત્યારે કાયાને કલેશ થાય છે. એ જ રીતે અપ્રમાણિકતા અથવા કરારી નહીં આચરવાના સિદ્ધાંત પર દઢ રહેવાથી તમારે સરકારી કાર્યાલયમાં વારેવારે ધક્કા ખાવા પડતા હોય, પરેશાની થતી હોય તેવું પણ બને છે. વળી બ્રહ્મચર્ય અથવા સત્યના પાલનની કેટલીય જગ્યાએ કસોટી થતી હોય. રાત્રિ-ભજન-ત્યાગના નિયમને કારણે ઘણીવાર સાંજનું ભેજન છોડવું પડતું હોય અથવા અગવડ પડતી હોય, સામયિકના નિયમને કારણે સમયની ખૂબ ખેંચતાણ રહેતી હોય અથવા કઈ જગ્યાએ રેલવે વગેરેમાં જગ્યા ન મળવાથી કલાક સુધી ઊભા રહેવું પડતું હોય વગેરે ધર્મપાલન અને સ્વ–પર કલ્યાણની સાધનાના અનેક પ્રસંગમાં શરીરને બહુ કષ્ટ છે.
જે તે સમયે સમભાવપૂર્વક ધર્મ સમજીને તેને સહન કરી લે તે કાયકલેશ તપ થઈ જાય છે. સ્વ-પર કલ્યાણ સાધના માટે પણુ શરીરને કસાયેલું અને ચપળ રાખવું ખૂબ જરૂરી છે. આ રીતે શરીરને કસાયેલું અને ચુસ્ત રાખવા માટે શરીરને સશક્ત, નિરોગી અને કષ્ટસહિષ્ણુ બનાવવું જરૂરી છે. આ ઉદ્દેશ્ય કાયકલેશ-તપથી પૂર્ણ થાય છે. શરીરને કસવા અને ચપળ રાખવા, સ્વસ્થ અને સશક્ત રાખવા શાસ્ત્રકારેએ વીરાસન, ઉત્કટાસન, દંડાસન, લગુડાસન, પદ્માસન, સિદ્ધાસન વગેરે આસન અને કેશલેચ વગેરેની સાધના દર્શાવી છે અને તેવી સાધનાની ગણના કાયકલેશમાં જ કરી છે. જેમ કે,
"वीरासनादिक्लेशः कायस्यागमयुक्तितः ।
तनुषाधनरूपोऽत्र विधेयस्तत् तपः स्मृतम् ॥” આગમમાં બતાવેલી યુક્તિ અનુસાર વીરાસન વગેરે આસને (વ્યાયામ)
41
બાહ્ય તપના પ્રકાર