________________
વિષ્ણઈયા ત્યાગ
આ છે સ્વાદ જીતવાનું સારું પરિણામ ! ભાગવતમાં કહ્યુ છે‘નિત સર્વ રસ્તે નિતે.”
રસ(સ્વાદ)ને જીતી લેવાથી બધું જ જીતી લેવાય છે.’
મહાત્મા ગાંધીજીએ આરોગ્યની સૂચી'માં કહ્યું છે કે એકસામાંથી પંચાણું માનવી સ્વાદવૃત્તિના ચક્કરમાં ઘૂમ્યા કરે છે. સ્વાદને છોડવા અતિ મુશ્કેલ છે. રસપરિત્યાગના એક બીજો પણ અથ છે— રસચલિત થઈ ને જે ચીજો વિકૃત બની જાય છે એવી વિકૃત રસવાળી ચીજોના ત્યાગ કરવા. કેટલીક ચીજો એવી હાય છે કે જે થોડીવાર પડી રહે તે સડવા માંડે, કેટલીક મેાડેથી અથવા તેા થાડા દિવસે સુધી પડી રહે તા સડવા માંડે છે. આને ‘વિકૃતિક’(વિર્ગીય) કહેવામાં આવે છે. સડીને વિકૃત બની ગયેલી આવી ચીજો શરીરમાં પણ વિકૃતિ પેદા કરે છે, તેના અતિ સેવનથી કામવાસના, પ્રમાદ, નશા આદિ વિકાર જાગે છે. આથી આવી વિકૃતિજનક ચીજોને ત્યાગ કરવાને પણ રસપરિત્યાગ તપ કહેવાય છે.
આવા સામાન્ય વિકૃતિક (વિગ્ટઈય) પાંચ છે—ઘી, તેલ (ઘી, તેલ વગેરેમાં તળેલી ચીજો પણ), દૂધ, દહીં અને ગેાળ-ખાંડ કે ગાળખાંડમાં અનેલી વસ્તુઓ. આ પાંચેય વિકૃતિકનુ રાજેરેાજ સેવન કરવુ સાધુ-સાધ્વી વર્ગ માટે વર્જિત છે. શ્રાવક-શ્રાવિકાઓએ પણ તેને યથાશક્તિ ત્યાગ કરવા જોઈ એ. આનાથી શરીર વધુ પડતુ પુષ્ટ થવાને લીધે કામેાત્તેજના જાગવાને પણ ભય છે.
..
મધ અને માખણ એ એ તો મહાવિકૃતિક છે. મધ મેળવવા માટે મધપૂડાની આસપાસ ધુમા કરવા પડે છે, જેનાથી ઘણી મધમાખીએ ઊડી જાય છે ને કેટલીક મરી પણ જાય છે. મધપૂડામાંથી મધને નિચાવતી વખતે મરેલી મધમાખીઓ મળે છે. આ રીતે મધની પ્રાપ્તિની વિધિ હિંસાપૂર્ણ હોવાને લીધે તેને ત્યાજ્ય
つ
38
ઓજસ દીઠાં આત્મબળનાં