________________
સૂચના આપી, “આ યુવકના ભેજનની બાબતમાં જરાય કચાશ રાખીશ નહીં. સરસ મજાનું ભેજન બનાવી આપજે અને એમની બરાબર સારસંભાળ રાખજે.”
રસેઈ તે જ યુવકેને પકવાન અને સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખવડાવો અને દારૂ પણ પિવડાવતો. આવા સ્વાદિષ્ટ ભોજન અને વિકૃતપાનથી ડેનિયલ નામને એક યહૂદી યુવક કંટાળી ગયે. એણે સંકલ્પ કર્યો, “હું આવું હાનિકર ભજન અને પીણું છેડીને સાવ સાદું ભેજન લઈશ.”
તેના ત્રણ યુવાન મિત્રો પર પણ એના વિચારોને પ્રભાવ પડ્યો. રઇયાની આગળ આ બધાએ પોતાના વિચારો રજૂ કર્યા. રસોઈયાએ કહ્યું, “આ ચાલશે નહીં. બીજાઓ માટે જે ભોજન બને છે તે જ તમારે ખાવું પડશે. મને બાદશાહે ખાસ સૂચના આપી છે. જે હું તેને અમલ કરું નહીં તો તે મારું આવી જ બને.”
યુવકોએ નમ્રતાપૂર્વક કહ્યું, “અમે તમારા પર કેઈ આંચ નહીં આવવા દઈએ. અમે ઓછામાં ઓછે દસ દિવસ સાદું શાકાહારી ભજન લેવા ઈચ્છીએ છીએ. જે તેનું સારું પરિણામ આવશે તે અમે એ ભેજન લેવાનું ચાલુ રાખીશું; નહીં તે અમે ફરીથી ભારે ખેરાક લેવાનું શરૂ કરી દઈશું.”
રસોઈયાએ યુવાનની વાત મંજૂર રાખી. દસ દિવસ પછી સાદું ખાવા-પીવાનું પરિણામ એ આવ્યું કે ડેનિયલ અને તેના સાથીઓ અધિક સ્કૂર્તિવાળા, ચપળ, પ્રસન્ન અને સ્વસ્થ જોવા મળ્યા. વિદ્યાભ્યાસમાં એમનું મન વધુ એકાગ્ર બન્યું. કેટલાય અઘરા વિષયે પણ એમને સમજાવા લાગ્યા. પછી શું? રઇયાએ તેમને સાદું ભેજન આપવાનું ચાલુ જ રાખ્યું. ત્રણ વર્ષ પછી તપાસ કરવામાં આવી તે આખી ય કેલેજમાં આ ચાર વિદ્યાથીઓ બધા વિદ્યાથીએમાં સૌથી વધુ બુદ્ધિમાન, તંદુરસ્ત અને સુંદર જણાયા. રાજાએ એમને પોતાના અંગરક્ષક તરીકે નિયુક્ત કર્યા.
_31_
બાહ્ય તપના પ્રકાર