________________
'दिव्योपसगे ध्वपि न कायोत्सर्ग भङ्ग करोति । त्यक्तदेहा अक्षिमलदूषिकामपि नापनयति । - સ વંવિધ વેલ્સ વુર્યાત ”
આને ભાવાર્થ એ છે કે નાભિની નીચેથી બંને પગના વચમાં આગળના ભાગમાં ચાર આંગળનું અંતર રહે અને પાછળના ભાગમાં પિણ ચાર આંગળાનું અંતર રહે, જમણા હાથમાં મુખવસ્ત્રિકા રહે
અને ડાબા હાથમાં જેહરણ હોય, બંને હાથ સીધા રાખવામાં આવે. - શરીરનું મમત્વ એટલું બધું છોડી દેવું કે સર્પ વગેરેને ઉપદ્રવ કે દેવ વગેરેને ઉપસર્ગ (આપત્તિ) આવવા છતાં પણ એ કાર્યોત્સર્ગને ભંગ ન કરે. આમ જ્યાં સુધી કાર્યોત્સર્ગ પારિત ન કરવામાં આવે ત્યાં સુધી શરીર અથવા શરીરસંબદ્ધ તમામ વસ્તુઓ પ્રત્યેના મમત્વને ઉત્સર્ગ કરી દે.
કાયોત્સર્ગમાં દષ્ટિ નાસાગ્ર (નાકના અગ્ર ભાગ) પર રહેવી જોઈએ - અને બંને આંખે અધખુલી રહેવી જોઈએ. છેવસ્થ અવસ્થામાં તીર્થકર અને જિનકલ્પી મુનિ વગેરે તે ઊભા રહીને જ કાયોત્સર્ગ કરતા હતા, બેસીને નહિ. આમ કાયોત્સર્ગ ઊભા રહીને જ કરવામાં આવે, પરંતુ કેઈ વિશેષ કારણ હોય તે ગુરુની આજ્ઞા લઈને બેઠાબેઠા પણ કાયોત્સર્ગ કરી શકાય છે. આજકાલ તે કશાય કારણ વિના દેખાદેખીથી બેઠા-બેઠા કાયોત્સર્ગ કરવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. મારા જે કમજોર અને વૃદ્ધ માનવી બેસીને પ્રતિકમણ કરે તો મારું જોઈને ઘણા સાધુઓ અને એમને જોઈને કેટલાક શ્રાવક પણ બેઠા -બેઠા જ પ્રતિકમણ કરવા લાગે છે. આવું અનુકરણ યોગ્ય નથી. વીર્યા ચારના અતિચારમાં બેઠા-બેઠા પ્રતિક્રમણ કરવાને અતિચાર કહ્યો છે.
કેટલાક ભાગ્યશાળીઓ બેઠા-બેઠા કાયોત્સર્ગ કરે છે, પરંતુ એમના હાથ સીધા જ રાખે છે તે પણ વિધિયુક્ત વાત નથી. જિનપ્રતિમાઓમાં કાર્યોત્સર્ગની મુદ્રાઓ બે પ્રકારની હોય છેઃ (૧) કો- ત્સર્ગમાં ઊભી પ્રતિમા જેના હાથ સીધા હોય છે. (૨) કાર્યોત્સર્ગમાં પદ્માસનસ્થ અથવા તે સિદ્ધાસનસ્થ બેઠેલી પ્રતિમા કે જેના બંને
302, એજિસ દીઠાં આત્મબળનાં