________________
શું વીરતા બતાવવાને? આવી રીતે રાગ-દ્વેષ, કર્મ અને વિષયકષાયની સાથે યુદ્ધ કરવા માટે સુસજ્જ દ્વાએ (પછી તે સાધુ હોય કે ગૃહસ્થ) પહેલાં વ્યસંગ–તપની તાલીમ લેવી પડે, જેને પ્રારંભ. કાયોત્સર્ગથી થાય છે. વ્યુસર્ગને પહેલો મુકામ જ કાત્સગ છે.
કાત્સર્ગનો ઉદ્દેશ શરીર અને શરીરથી સંબંધિત જડચેતન આદિ વસ્તુઓ પરનું મમત્વ છોડવાનું છે અને વખત આવે હસતાં હસતાં શરીર પણ છોડવાનું છે. પરંતુ આ કાત્સગવીરને સૈનિકની માફક પહેલાં શરીરને એવી તાલીમ આપવી પડે છે કે જેથી રણનાદ વખતે એ તરત જ મમત્વ કે સર્વસ્વ છેડવા તૈયાર થઈ શકે. આવી તાલીમ પણ કાર્યોત્સર્ગ જ કહેવાય છે. આજકાલ જેનસાધકેમાં એ ધ્યાન'ના નામથી પ્રચલિત છે, પણ હકીકતમાં એનું નામ કાર્યોત્સર્ગ જ હોવું જોઈએ અને એને અર્થ એટલે જ થાય કે કાયાને ઉત્સગ કરવા માટે જરૂરી કસરત, પ્રક્રિયા કે તાલીમ.
વિધિનું વિધાન કાત્સર્ગની તાલીમ લેવાનું પ્રયોજન એ છે કે ખરે વખતે વ્યક્તિ પોતાના પર આવતા કષ્ટ, પ્રહાર કે ઉપસર્ગને સમભાવપૂર્વક સહન કરી શકે. આ દષ્ટિએ કાર્યોત્સર્ગની મુખ્ય વિધિ ઊભા રહીને. કરવાની છે, સૂઈ જઈને કે ઊંચે કે નીચે માથું રાખીને નહીં. વ્યક્તિ ઊભી હોય ત્યારે એનું શરીર બરાબર ટટ્ટાર હોય છે અને એનાથી સાધક બરાબર જાગૃત રહે છે. એના શરીર પર ચારે બાજુથી વાચિક કે કાયિક પ્રહાર આવે, તો પણ એ વિચલિત થતો નથી. આથી “ઘનિયુક્તિમાં કહ્યું છેઃ
"चउरंगुल मुंहपत्ती उज्जोयए वामहत्थि रयहरणं ।
वासट्ठचत्तदेहो काउसग्ग करेजाहि ॥" જૈનાચાર્ય દ્રોણાચાર્ય આના પર વૃત્તિ કરતાં લખ્યું છે?
"नाभेरधश्चतुभिरंगुलैः पादयोश्चान्तरं चतुरंगुल कर्तव्य, तथा मुखवस्त्रिका 'उज्जुगे-दक्षिणहस्तेन गृह्णाति, वामहस्तेन च रजोहरण गृह्णाति । पुनरसौ व्युत्सृष्टदेहः प्रलम्बितबाहुस्त्यक्तदेहः सर्पादीनां उपद्रवेऽपि नोत्सारयति कायोत्सर्ग", अथवा व्युत्सृष्टदेहो
કાયોત્સર્ગ