________________
સત્ર આતંક છવાયેલા છે અને મહાવીર પ્રભુ નગરની બહાર પધાર્યાં છે ત્યારે પેાતાનાં માતાપિતાની સંમતિ લઈને પેાતાની પ્રમળ ઉત્સુકતા સાથે ઘેરથી એ ભગવાન મહાવીરના દર્શનાર્થે નીકળ્યા. હત્યારા અજુ નમાળીથી એ સહેજે ગભરાયેલા કે મૂઝાયેલા નહેાતા, પરંતુ જ્યારે એણે અર્જુનમાળીને મેાગર ઘુમાવતા ધુમાવતા નજીક આવતા જોયા ત્યારે સામે આવતા ઉપસ ને જેઈ ને એ તરત જ જમીન પર બેસી ગયા અને સાગારી (શી) અનશન (ભક્તપાનવ્યુત્સગ) કર્યુ : આખરે જ્યારે અર્જુનમાળીએ ઘુમાવેલા મગર એને કશી અસર કરી શકયો નહિ અને ખુદ અર્જુનમાળી એકાએક બેભાન બનીને પડી ગયા ત્યારે સુદન અનશન લઈ ને અર્જુનમાળીને સ્વસ્થ કરવા લાગ્યા.
આ છે ભક્તપાન-બુત્સગનું જવલંત ઉદાહરણ. આજકાલ તે મૃત્યુની ઘડી નજીક આવી હાય તેપણ માણસ એક પછી એક દવા લીધે જ જાય છે. એવે સમયે ભક્તપાન-બુત્સગ તપના કોઈ વિવેક જોવા મળતા નથી.
૫. કાય-યુગ
કષાયનું નિમિત્ત મળવા છતાં કષાય પ્રગટ થવા દેવા નહીં, કષાયનાં કારણેાથી દૂર રહેવુ', કષાય વધારવામાં નિમિત્ત બનવું નહીં
તેમજ વિરેાધી કે પ્રતિપક્ષી કષાય કરતા હોય તેા પણ શાંત રહેવાના પ્રયત્ન કરવા તેનું નામ કષાય–વ્યુત્સગ છે.
つ
હત્યારા બનેલા અર્જુનમાળી રાજ રાજગૃહી નગરીની સાત વ્યક્તિની હત્યા કરતા હતા. શ્રમણાપાસક સુદનના સપને લીધે ભગવાન મહાવીરના મેળાપ થતાં એણે સાધુ–દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લેવાની સાથે જ એલા (બે-બે ઉપવાસ) પછી પારણાં કરવાની પ્રતિજ્ઞા આજીવન લીધી હતી, પરંતુ પારણાં કરવા માટે અર્જુનમુનિને રાજગૃહી નગરીમાં જ જવું પડતુ. અને નગરીની જનતા એમને જોઈ ને ક્રોધાયમાન ખની જતી. કેાઈ ગાળેા આપે, કોઈ મારપીટ કરે, કોઈ ધક્કા મારે તેા કોઈ લાકડી ફટકારે. આવી સ્થિતિમાં એક-બે દિવસ
296 એજસ દીઠાં આત્મબળનાં