________________
પાછળને ભાવ તે એક જ હોય છે. એ બીજી વાત છે કે સમય જતાં સ્વાર્થી ધ લેકોએ પોતાના ક્ષુદ્ર સ્વાર્થને ખાતર એને બેટો અર્થ કર્યો હોય. કુરબાનીને અર્થ છે પિતાની આહુતિ અથવા તે પિતાની પ્રિય વસ્તુનું ખુદાને સમર્પણ. આમાં કેઈ નિર્દોષ જીવની તલની વાતે તે ક્યાંય આવતી નથી !
આવી રીતે પહેલાં ભારતવર્ષમાં નિર્દોષ પશુઓને બલિ ચડાવાતે. હતું, પરંતુ સમય જતાં એ પ્રથા સર્વથા બંધ થઈ પરંતુ આજે ફરી દેવદેવીઓની સમક્ષ એમને નામે બકરાઓ અને ભેંસ વગેરેને બલિ ચડાવવામાં આવે છે. ધર્મને નામે થતા આ અધર્મ છે. હકીક્તમાં બલિ આપવાને હતે કામક્રોધાદિ પશુઓને અને હેમ કરવાને હતે અજ્ઞાન–મેહ આદિ કષાયને. પરંતુ સ્વાથી માણસોએ અર્થને અનર્થ કરીને એક મિથ્યા પરંપરા ઊભી કરી.
આમ, વ્યુત્સર્ગને અર્થ સમય આવે પિતાનું શરીર, પિતાને સંઘ, પિતાની સમસ્ત સામગ્રી (ઉપધિ) તથા પિતાનાં શુભાશુભ કર્મોને છેડવાં, કુરબાન કરવાં, બલિદાન કરવાં યા ન્યોછાવર કે સમર્પિત કરી દેવાં.
બીજા શબ્દોમાં કહીએ તે આપણા પર આવતાં સંકટો કે કે ઉપસર્ગને સમયે ધમ પર દઢ શ્રદ્ધા હેવી જોઈએ. સત્ય કે સિદ્ધાંતને ખાતર અથવા તે અન્ય પર આવતી આપત્તિમાં એમના રક્ષણને માટે શરીર કે શરીર સંબંધિત વસ્તુઓ, સગાંસંબંધી આદિ ચેતન અથવા તે મકાન, દુકાન, ધન, જમીન-જાયદાદ, આહાર-પાણી જેવા જડ પદાર્થોને છોડવા. એ જ રીતે રાગ, દ્વેષ, કષાય, વિષયવાસના મેહ, ધૃણા જેવા શરીર સાથે સંબદ્ધ દુર્ભાવ અથવા તે શરીરને અનુલક્ષીને થતી અશુભ કિયાઓ, દુપ્રવૃત્તિઓ આદિ પરથી મમત્વ છોડી દેવું અથવા તે એને સંપૂર્ણ ત્યાગ કરવો એને ચુત્સર્ગ કહે છે. વ્યુત્સર્ગ ત્યારે જ તપ બને કે જ્યારે એની પાછળ કઈ સ્વાર્થ, પ્રલેભન, ભય, વાસના કે કામના ન હોય.
288 ઓજસ દીઠાં આત્મબળનાં