________________
પણ એક ક્ષણમાં તજી દે છે, પણ આને તપ કહેવાય નહીં.
તપની પાછળ એક નિશ્ચિત ઉદ્દેશ અને વિશુદ્ધ ભાવના હોય છે. એમાં રાગ, મેહ, આસક્તિ, સ્વાર્થ, કામના કે યશની લિપ્સાને કેઈ અવકાશ હોતે નથી. આ બધાંને પાર કરીને શરીર અને શરીર સંબંધી જડ અને ચેતન વસ્તુઓનું મમત્વ તજવું, સમય આવે
ન મમ’ કહીને અથવા તે “મવાળ વોસિરામિ (પિતાની મનાતી અને ગણાતી ચીજોને વ્યુત્સર્ગ કરું છું) કહીને ક્ષણ માત્રામાં વસ્ત્રની માફક અથવા તે સર્ષ જેમ કાંચળી છોડે છે તે રીતે છોડી દેવું તે વ્યુત્સર્ગ છે.
માત્ર કઈ ચીજવસ્તુને છેડવી તેનું નામ વ્યુત્સર્ગ નથી. કેઈ પણ ચીજને છેડવી તેનું નામ વ્યુત્સર્ગ હોત તે મનુષ્ય શરીર મળ, મૂત્ર, મેલ આદિ મલિન વસ્તુઓને ઉત્સર્ગ કરે છે તેને પણ વ્યુત્સર્ગ કહેવો જોઈએ. સડેલી ચીજે ફેંકી દેવી કે મકાનમાંથી કચરો કાઢ તે પણ વ્યુત્સર્ગ કહેવાય. હકીકતમાં આ વિશેષ ઉત્સર્ગ અર્થાત્ મમત્વથી રહિત કે કષાય-વિજય સહિતને ઉત્સર્ગ નથી, માત્ર એને નિરુપયોગી માનીને ફેંકી દેવામાં આવે છે. જે તમને એમ ખ્યાલ આવે કે આ મળમૂત્રમાંથી સેના જેવું ખાતર તૈયાર થઈ શકે તેમ છે અને એ ખાતર ખેતરમાં નાખવાથી ચાર ગણું અનાજ ઉગાડી શકાય છે તે તમે એને મમતાપૂર્વક સંગ્રહીત કરી રાખશે.
પિતાના પરિવારને માટે સુખસુવિધાને ત્યાગ કરવો તે પણ ઉત્સર્ગ કહેવાય નહીં. દેશની રક્ષા માટે, સામાજિક સંકટના નિવારણ માટે, વિશ્વનાં પ્રાણીઓનાં દુઃખ દૂર કરવા માટે નિઃસ્વાર્થ ભાવે જે પિતાનું શરીર, મંડળ, સુખસામગ્રી, કષાય, ભેજનપાણી, સંસાર વગેરે છોડવામાં આવે તો તે વ્યુત્સગ કહેવાય છે. ઇસ્લામ ધર્મમાં આને કુરબાની કહેવામાં આવે છે. વૈદિક ધર્મમાં અને ઉત્સર્ગ, બલિદાન કે સર્વસ્વ સમર્પણ કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં એને સેકિફાઈસ કહે છે. આને માટે ગમે તે શબ્દ વપરાય, પરંતુ એની
-287 વ્યુત્સર્ગ-તપનું વિરાટ રૂપ