________________
જીવને વારંવાર જન્મ-મરણ ભેગવવાં પડે છેચોર્યાશી લાખ યુનિમાં કઈ સ્થાન એવું નથી કે જ્યાં જીવે જન્મ લીધો ન હોય અને મૃત્યુ પામ્યો ન હોય. આમ છતાં કોઈ પણ જગ્યાએ એને વાસ્તવિક સુખ સાંપડ્યું નથી. બધા સંબધ સાંસારિક સ્વાર્થને લક્ષમાં રાખીને રચાય છે. ક્યારેક તે સંપત્તિ કે સુખસાધનની બાબતમાં નજીકનાં સગાઓ પણ દુવૃત્તિ ધરાવતાં હોય છે, કયારેક આની ઉપેક્ષા કરે છે. આ સમયે જીવ આર્ત-રૌદ્ર ધ્યાનવશ થઈને દુઃખી થાય છે. જે આવા સમયે એ વિચાર કરે કે આ જગતમાં ધર્મ સિવાય બીજી કોઈ બાબત સુખ આપે તેમ નથી તેથી હું ધર્મને કેમ ન અપનાવું. જે ધર્મને અપનાવે તે ધર્મધ્યાનના પ્રભાવથી સુખ પ્રાપ્ત કરે છે. આ રીતે સંસારભાવના સાધકને સંસારમાંથી અળગો કરે છે. જે જીવ સંસારમાં જ ફસાઈ રહે તે આર્ત-રૌદ્ર ધ્યાન થાય છે, જેનાથી મુક્ત થઈએ તે જ ધર્મધ્યાનમાં સ્થિર થવાય છે. આ રીતે સંસારાનુપ્રેક્ષાથી ચાર ગતિમાં બધી અવસ્થાઓમાં સંસારના વિચિત્રતાપૂર્ણ સ્વરૂપનું ચિંતન કરીને આર્ત-રૌદ્રધ્યાનથી દૂર જવું જરૂરી છે.
આ ચારેય અનુપ્રેક્ષાઓ ધર્મધ્યાનમાંથી ચલિત થતા સાધકને સ્થિર કરે છે.
ધર્મધ્યાનનાં ચાર લક્ષણે ધર્મધ્યાનને ઓળખવા માટે એનાં ચાર લક્ષણ બતાવવામાં આવ્યાં છેઃ (૧) આજ્ઞા-રુચિ (૨) નિસર્ગ-રુચિ (૩) સૂત્ર-રુચિ અને (૪) અવગાઢ-રુચિ. (૧) આજ્ઞા-રુચિ
વીતરાગ આપ્તપુરુષની આજ્ઞામાં જેની રુચિ છે તેઓ ધર્મધ્યાન કરી શકે છે. આથી જ કહેવાયું છે કે “બાગધમ્મો” અર્થાત “આજ્ઞામાં જ ધર્મ છે.” આ રીતે આજ્ઞા પર દૃઢ રૂચિ રાખવી તે ધર્મધ્યાનનું ચિહ્ન છે. જેની રુચિ ભગવાનની આજ્ઞામાં નથી અને માત્ર પિકળ વાતે જ કરે છે, તે સમજી લે કે તે ધર્મધ્યાનથી દૂર છે.
282 ઓજસ દીઠાં આત્મબળનાં