________________
એણે બધું કામ છેડી દીધું અને તેનું સ્વાગત કર્યું. રાજકુમારના ચહેરા પરની ઉદાસીનતાનું કારણ પૂછયું ત્યારે રાજકુમારે પિતાની સઘળી આપવીતી સંભળાવી. - ત્રીજા મિત્રે રાજકુમારને આશ્વાસન આપતાં કહ્યું, “સહેજે ગભરાઈશ નહીં. આ ઘરમાં તને આશરો તે મળશે જ, પરંતુ જરૂર પડે તારે માટે પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છું. તું બેફિકર રહે. તારે કઈ વાળ પણ વાંકે કરી શકશે નહીં. આવ, અંદરના ખંડમાં જઈ આરામ કર. માત્ર એક વાતનું ધ્યાન રાખજો કે આ ઘર છોડીને બહાર જ નહીં, નહિ તે તારા જાનનું જોખમ ઊભું થશે.”
રાજકુમારને જાણે નવું જીવન મળ્યું. અહીં નિશ્ચિતપણે રહેવા લાગે. રાજકુમારને ગિરફતાર કરવાનું રાજાનું વૅરંટ નિષ્ફળ ગયું. રાજકુમારની ચિંતા દૂર થઈ
આ તે દષ્ટાંત છે. હવે એને મર્મ જોઈએ. સાંસારિક જીવરૂપી રાજકુમાર છે અને શરીર એની સાથે વીસે કલાક રહેતે નિત્યમિત્ર છે. શરીર પડછાયાની માફક સાથે રહેતું હોવા છતાં વખત આવે સાથ છોડી દે છે, એગ્ય શરણ આપતું નથી. બીજે પર્વમિત્ર એટલે કે પરિવાર અને સગાંસંબંધી છે, જે કવચિત્ ખવડાવી, પિવડાવી શકે છે, પરંતુ શરણ આપી શકતાં નથી. ત્રીજે જુહારમિત્ર તે ધર્મ છે. એના તરફ સાંસારિક જીવરૂપી રાજકુમાર ઓછું ધ્યાન આપે છે. એને કશું પૂછતું નથી, પરંતુ આફત આવતાં આ જ શરણ આપે છે. મૃત્યુદંડનું વેરંટ આવે તે બધાં ઉપેક્ષા કરવા માંડે છે, પરંતુ એ સમયે ધર્મ જ આશ્વાસન અને શરણું આપે છે. આથી અશરણ ભાવના દ્વારા ધર્મધ્યાનનું શરણ લેવાની વાત કહેવાઈ છે. ૪. સંસારાનુપ્રેક્ષા
સંસારમાં સર્વત્ર દુઃખ જ છે, કયાંય કેઈ સુખી નથી. સંસારનું સ્વરૂપ જ એવું છે કે એમાં ઈષ્ટને વિયાગ અને અનિષ્ટને સંયોગ થતો રહે છે, જેને પરિણામે જીવ દુઃખી થાય છે. આ-રૌદ્ર ધ્યાનવશ
281
ધ્યાન-સાધના