________________
સમજણની કેડી પૃછનાને અર્થ છે પૂછવું. કેટલીક બાબતે વિશે શામાં કશું લખ્યું હતું નથી અથવા તે શાસ્ત્રવાચન પછી કોઈ બીજી બાબત અંગે જિજ્ઞાસા જાગે ત્યારે ગુરુજને અને વડીલને પૂછીને એનું સમાધાન મેળવવામાં આવે છે. જીવનમાં એવી ઘણું અટપટી સમસ્યાઓ, કેયડા, મૂંઝવણ અને ગૂંચ આવે છે કે જે સમયે વ્યક્તિને કેઈ માર્ગ સૂઝતું નથી. પરિણામે વ્યક્તિ શું કરવું અને શું ન કરવું તે વિચારી શકતી નથી અને તેથી ધર્મશ્રદ્ધાહીન બનીને ધમ. ધ્યાનને છોડવા માંડે છે. આ સમયે પૃચ્છના એને પ્રબળ સહારે આપે છે. પૃચ્છના દ્વારા સાધક પિતાની જિજ્ઞાસાનું સમાધાન ન મેળવે તે એ વિકટ પરિસ્થિતિમાં ધર્મ ધ્યાનમાં દઢ રહી શકશે નહીં. આથી પૃચ્છને એક ઉત્તમ આલંબન છે.
રહસ્યનું પ્રાગટય ત્રીજુ આલંબન છે પરાવર્તના. સાધકે વાચના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું, પૃચ્છના મેળવીને સમાધાન મેળવ્યું. પછી એને વારંવાર દેહરાવવાથી અથવા તે એના પર પુનઃ પુનઃ ચિંતન-મનન કરવાથી એ જ્ઞાન, સમાધાન કે અનુભવ દઢ બની રહે છે. આવી પરાવર્તના કરવામાં આવે નહીં તે જ્ઞાનની વિસ્મૃતિ થઈ જવાની સંભાવના રહે અને પરિણામે વિકટ પરિસ્થિતિમાં ધર્મધ્યાનમાં સ્થિર રહેવાની બાબત ભૂલીને અન્ય અશુભ ધ્યાન તરફ દેરવાઈ જાય. એને કઈ રસ્તો સૂઝશે નહીં. ગુરુઓને સમાગમ પણ સદાય સાંપડતો નથી. ગુરુ ન હેય ત્યારે કઈ સમસ્યામાં સાધક મૂંઝાઈ જાય તેવે સમયે ધર્મધ્યાનમાં સ્થિર રહેવા માટે પરાવર્તનાનું આલંબન લેવું જ શ્રેયસ્કર છે. ગુરુ પાસેથી જે કંઈ શિક્ષણ કે અનુભવ સાંપડ્યાં, જે સમાધાન મેળવ્યું, તેનું વારંવાર ચિંતન-મનન કરતા રહેવું જોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે એને ઉપયોગ કરવો જોઈએ. વળી એક જ વાત પર ઊંડાણથી વારંવાર ચિંતન-મનન કરવામાં આવે તે નવા-નવા અર્થોની સ્કુરણ થાય છે અને અનેક ગૂઢ રહસ્ય પ્રગટ થઈ જાય છે.
273 એ.–૧૮
ધ્યાન–સાધના