________________
શાસ્ત્ર કે ગ્રંથનું શ્રવણ થતું અને એ રીતે અભ્યાસ ચાલતા. આથી એનું નામ “મૃત” પડયું. પરંતુ એ પછી જ્યારે શાસ્ત્ર લિપિબદ્ધ થયાં ત્યારે ગુરુ પાસેથી એનું રહસ્ય પામવા માટે વાચના લેવામાં આવતી હતી. આજકાલ તે મોટાભાગનાં શાસ્ત્ર, ગ્રંથ કે પુસ્તક પ્રિન્ટિંગ, પ્રેસમાં છપાય છે તેથી કેટલાક લેકે જાતે જ શાસ્ત્ર કે ગ્રંથને અભ્યાસ કરે છે. શાસ્ત્ર અથવા ગ્રંથ કેઈ નવલકથા નથી કે જે જલદીથી વંચાય અને તરત સમજાય. આ માટે લાંબી સાધનાની જરૂર છે. તેથી ધર્મધ્યાનનું વિશેષ રહસ્ય સમજવા માટે શાનું વિધિવત અધ્યયન એ જ્ઞાનના અધિકારી પુરુષ પાસેથી કરવું જરૂરી છે. આમ થાય તે જ ધર્મધ્યાન દૃઢ બને.
શા કે સિદ્ધાંતના ઊંડાણપૂર્વકના વાચનના અભાવે જ આજે સામાન્ય માનવીઓ ધમ ધ્યાનને બદલે અર્થ-કામધ્યાનમાં પડી જાય છે. વાચન લેનારનું એ કર્તવ્ય છે કે અત્યંત શ્રદ્ધાભક્તિ અને વિનય સાથે ગુરુ પાસેથી વાચના ગ્રહણ કરે. વાચના આપનારનું પણ એ કર્તવ્ય છે કે એ કશાય સ્વાર્થ, પૃહા કે બદલાની ભાવનાથી નહીં પણ નિર્જરા કાજે શિષ્ય અને જિજ્ઞાસુઓને શાસ્ત્ર અથવા સિદ્ધાંત
થેની વાચના આપે, એમનામાં ધર્મધ્યાનને દીપક પ્રગટાવવા પ્રયાસ કરે, વિભિન્ન હેતુઓ અને દષ્ટાંતથી સમજાવીને એમનામાં ધર્માનુરાગ જગાડે તેમ જ આત્મોન્નતિની ભાવના વધારે. માત્ર પિતાનું પાંડિત્ય દર્શાવવા, વાદમાં વિજય મેળવવા કે પ્રશંસા પામવાની દૃષ્ટિથી વાચના આપવી કે લેવી એ નિર્જરાનું કારણ બનતી નથી, બલકે એ અભિમાનવૃદ્ધિ કરતાં પતનનું કારણ બને છે. મારે વ્યાખ્યાન આપવાને ઉદ્દેશ કેવળ ધર્મ ધ્યાનમાં તમારી રુચિ જગાડવાને છે. તમારું મનોરંજન કરવું, મારું પાંડિત્યપ્રદર્શન કરવું કે તમારી પ્રશંસા પામવાને આની પાછળ કોઈ ઉદ્દેશ નથી. એથી જ આ પણ નિર્જરને હેતુ છે. આને અર્થ એ છે કે ધર્મધ્યાનથી ડગતી વ્યક્તિને માટે વાચના (જેમાં વ્યાખ્યાન પણ એક છે.) ઉત્તમ આધારનું કામ કરે છે.
272 ઓજસ દીઠાં આત્મબળનાં