________________
આજે બાહ્ય તપ વિશે વિચાર કરીશું. તમે જાણો છો કે દવા બે પ્રકારની હોય છે. એક બહાર લગાડવા માટે કે લેપ કરવા માટે હોય છે અને બીજી મેં વાટે પેટમાં લેવાની. રેગીને જરૂરિયાત, મુજબ બંને પ્રકારની દવાઓને ઉપયોગ કરવો પડે છે. તાવમાં માથાનો દુઃખા થાય તે એ વખતે ખાવાની દવાની સાથે માથા. પર બામ પણ લગાડે પડે છે. કયારેક શરીરમાં જમા થયેલાં વિજાતીય દ્રવ્યને બહાર કાઢવા માટે ઓપરેશન પણ કરવામાં આવે છે. ઓપરેશન કરતી વખતે રેગીની શક્તિને ટકાવવા માટે મેં વાટે દવા પણ આપવામાં આવે છે. આમ બે પ્રકારના ઉપચાર મુજબ તપના પણ બાહ્ય અને આભ્યન્તર એવા બે પ્રકાર છે. જીવનમાં પ્રવેશેલા રોગને દૂર કરવા અને આત્માને સ્વસ્થ અને સશક્ત બનાવવા માટે બાહ્ય અને આભ્યન્તર તપ બે પ્રકારના ઉપચાર છે. આ રીતે બાહ્ય તપ બીમાર આત્માને બહારથી ઇલાજ કરે છે અને આભ્યન્તર તપ અંદરથી ઇલાજ કરે છે.
બીજી રીતે વિચારીએ તે બાહ્ય તપ આભ્યન્તર તપ દ્વારા આત્મારૂપી રેગી માટે બતાવેલા ઉપાય અનુસાર સક્રિય કામ કરવાનું શરૂ કરી દે છે. જેમ કે અમુક રુષ્ણ આત્મા માટે પ્રાયશ્ચિત્તરૂપી આપરેશન દ્વારા રેગ દૂર કરવાની વ્યવસ્થા વિચારવામાં આવે છે. હવે પ્રાયશ્ચિત્તરૂપી ઓપરેશનને માટે સહન કરવાની શક્તિ, પ્રબળ ભાવના, ઉત્તમ ધ્યાનરૂપી ઔષધની વ્યવસ્થા આભ્યન્તર તપ કરશે, તે બાહ્ય તપ પ્રાયશ્ચિત્ત માટે નિશ્ચિત કરવામાં આવેલા ઉપવાસને ક્રિયાન્વિત કરશે, કષ્ટ સહન કરશે અને ઇન્દ્રિયને વિષયમાં સરી પડતાં રોકશે. આમ બાહ્ય તપનું કાર્ય ખાસ ઉપચાર કરવાનું છે, અને આભ્યન્તર તપનું કામ અંદરથી ઉપચાર કરવાનું છે. પોતપોતાની રીતે બંનેની જરૂર છે.
હવે આપણે એ જોઈએ કે બાહ્ય તપ કયાં કયાં સાધનોથી કમરેગથી ગ્રસિત આત્માને ઉપચાર કરે છે. વીતરાગદેવે બાહ્ય તપ દ્વારા ઉપચાર કરવા માટે ૬ ભેદ(સાધન) બતાવ્યા છે. એ બધાને એક ગાથા દ્વારા પ્રગટ કર્યા છે
26 ઓજસ દીઠાં આત્મબળનાં