________________
ધર્મના સંસ્થાપક)નાં વચનોથી પણ એ ખંડિત થતી નથી, કારણ કે એ આજ્ઞાઓમાં ત્રિકાળનું સત્ય છે. એને અર્થ ઘણો ગહન અને પ્રભાવ અત્યંત વ્યાપક છે. એમાં પ્રતિપાદિત વિષય પણ ગંભીર છે. એમાં કઈ પણ પ્રકારની ભેળસેળ કે બનાવટ ન હોવાથી એ દોષરહિત છે તેમજ વિવિધ ન અને પ્રમાણેની (પ્રત્યક્ષાદિ) અપેક્ષાએ કહેવાયેલી છે. આથી આસાનીથી સમજાય તેવી નથી, પરંતુ દઢ શ્રદ્ધાપૂર્વક સમજવાને પ્રયત્ન કરનારને એ સમજાય છે પણ ખરી. અનુભવની આંચમાં તપેલી આ આજ્ઞાઓ છે. જે વ્યક્તિ પૂર્વગ્રહગ્રસ્ત છે અથવા તે અકુશળ છે તેઓને માટે આ ન સમજાય તેવી છે.”
આ રીતે વીતરાગ આપ્તપુરુષની આજ્ઞાઓ પર ચિંતન-મનન કરવું જોઈએ, એને સત્ય માનીને એના પર દઢ આસ્થા રાખવી જોઈએ અને એમાં પ્રતિપાદિત તનું ચિંતન-મનન કરવું જોઈ એ.
કદાચ પોતાની મંદબુદ્ધિને કારણે વીતરાગ-પ્રતિપાદિત આજ્ઞાઓ અથવા એનું તત્ત્વ સમજાય નહીં અથવા કેઈ વિષયને હેતુ, ઉદાહરણ આદિથી સરળ કરીને આલેખવામાં આવ્યું ન હોય અને તેને પરિણામે એ વિષય સમજાય નહીં તે છોડી દેવો જોઈએ નહીં; એ આજ્ઞાઓનાં ત અથવા વિષયને સમજાવનાર કઈ વીતરાગ પ્રભુના અનુગામી ધર્માચાર્ય કે ધર્મગુરુ મળે નહીં તો અકળાઈને કે આવેશમાં આવીને તે છેડી દેવો જોઈએ નહીં અથવા તો એને મિથ્યા કહેવો જોઈએ. નહીં કે એના પર શંકા લાવવી જોઈએ નહીં. માત્ર એટલે જ વિચાર કરવો જોઈએ કે અત્યારે કોઈ કારણવશ આ તવ મને સમજાતું નથી એમાં મારી બુદ્ધિને દેષ છે, તત્ત્વ દર્શાવનારને નહીં. તેઓ તે સર્વજ્ઞ, સર્વહિતૈષી વીતરાગ પુરુષ છે. ભલા, એમને અસત્ય કહેવાની જરૂર શી? જેમણે રાગ, દ્વેષ અને મહિને જીતી લીધા છે. તેવા મહાપુરુષે તે અનુપકારી વ્યક્તિને પણ ઉપકાર કરવા સદા તત્પર રહેતા હતા. આથી એમનું જ્ઞાન કે અનુભવ એ નિતાંત સત્ય છે. શૈકાલિક અને શૈલૌકિક સત્યેના તેઓ જાણકાર હતા અને તેથી જ તેઓ જગતના નાથ, નેતા અને માર્ગદર્શક હતા. તેમની પવિત્ર
263 - ધ્યાન-સાધના