________________
છે. આપ્તપુરુષની આજ્ઞા ક્યારેય અહિતકર હોતી નથી. સદ્ગૃહસ્થના પરિવારમાં માતા-પિતા વગેરે આપ્ત (હિતને જોનારા) પુરુષે પરિવારના હિતની જ વાત કરે છે. ગૃહસ્થના પરિવારમાં તે કવચિત્ સ્વાર્થ કે મહને વશ થઈ સર્વહિતથી વિપરીત વાત પણ થઈ શકે છે, પરંતુ જે વિશ્વપ્રેમી, પ્રાણીમાત્રના હિતૈષી અને વિશ્વવત્સલ સર્વજ્ઞ વીતરાગ પ્રભુ છે તે તે પરમ આપ્યું છે. એમને પિતાને કો સ્વાર્થ હોય કે તેઓ જગતના જીવોને અહિતકર, વાત કહે? હા, એમ બની શકે કે એને સાંભળનાર એને જુદા રૂપમાં કે વિપરીત રૂપમાં સમજે અથવા તે એનું વિભિન્ન રૂપે કે વિપરીત રૂપે પ્રરૂપણ કરે. પરંતુ એટલું ચોકકસ છે કે જે મૂળ અને મુખ્ય વાત છે, તેમાં તે સમાનતા જ છે. એમાં કઈ વિભિન્નતા હોતી નથી.
વીતરાગ પ્રભુ દ્વારા સિદ્ધાંતરૂપી અસલી માલમાં કઈ ભેળસેળ હેતી નથી, એ નિખાલસ સત્ય હોય છે, સહુને માટે હિતકર અને શુદ્ધ ધર્મથી યુક્ત છે. આથી પરમઆપ્ત વિતરાગ પ્રભુની હિતકારિણી આજ્ઞાઓનું સતત ચિંતન કરવું અને તેના ચિંતનમાં તલ્લીન થઈ જવું તે આજ્ઞા–વિચય છે. આ આજ્ઞાઓ પર માત્ર ચિંતન કરવામાં આવે તે તે શુષ્ક અને નીરસ થઈ જશે તેથી પૂર્ણ શ્રદ્ધા, દઢ વિશ્વાસ, પરમ આસ્થા અને પરમ આદરભક્તિથી રસપૂર્વક એનું ચિંતન કરવું જોઈએ. એ ચિંતનને આ કમ અપનાવી શકાય.
“વીતરાગ પ્રભુની એ આજ્ઞાઓ અત્યંત ઊંડાણમાં તેનું વિલેષણ કરનારી હોવાથી અતિ કુશળતાભરી છે. આ આજ્ઞાઓ દેશ અને કાળથી અબાધિત એવી સાર્વત્રિક અને સર્વકાલીન સર્વપ્રાણીહિતકારી હેવાથી શાશ્વત અને સર્વહિતકર છે. વળી, એ આજ્ઞાઓ અનેકાંતવાદના આશ્રયથી કહેલી હોવાથી પ્રત્યેક જીવને પિતાપિતાની ભૂમિકાની અપેક્ષાએ બતાવવામાં આવી છે. અનેકાંતને અનુભવ કરનારી આ આજ્ઞાઓની કિંમત આંકી શકાય તેમ નથી અને તેના અતાગ ઊંડાણને માપી શકાય તેમ નથી. કોઈ પણ હિતૈષી પુરુષ (કેઈ પણ વિશિષ્ટ
262 ઓજસ દીઠાં આત્મબળનાં