________________
કરવામાં, એના પર પ્રહાર કરવામાં કે એની હત્યા કરવામાં આવી વ્યક્તિને ઘણી પ્રસન્નતા થાય છે. એનામાં અનુકંપાનું એક ટીપુંય હોતું નથી. આ માણસ માનસિક દુર્બાન અથવા તે દુર્ભાવ તેમજ ઐહિક અને પારલૌકિક ભય છોડીને હિંસાદિની સતત પ્રવૃત્તિ પ્રગટરૂપે કરતા હોય છે અને આ જ શૌદ્રધ્યાનીનાં બાહ્ય ચિહ્ન છે.
રૌદ્રધ્યાની જીવની નરક સિવાય બીજી કઈ ગતિ હોતી નથી, કારણ કે એનાં એટલાં ક્રર પરિણામ હોય છે કે સ્વયં એનાથી સંકિલષ્ટ રહે છે અને બીજાઓને સંકિલષ્ટ કરે છે. રૌદ્રધ્યાની આ જગતમાં વાસ્તવિક સ્વાધીન સુખ પામતું નથી અને પરલોકમાં પણ એના ભાગ્યમાં દુખ ને દુઃખ જ ભેગવવાનું લખેલું હોય છે. કર્મોનું મોટું પિોટલું અહીં બાંધે છે અને પરલોકમાં પણ. આને અર્થ એ છે કે શૈદ્રધ્યાનીને અનેક જન્મો સુધી કર્મક્ષય કરવા અથવા તે આત્માને શુદ્ધ બનાવવા કેઈ નિમિત્ત મળતું નથી. એક જન્મમાં એક વાર કરવામાં આવેલું રૌદ્રધ્યાન અનેક જન્મો સુધી ભયંકર ફળ આપે છે.
શાસ્ત્રોમાં તન્દુલમચ્છનું વર્ણન આવે છે. આ તન્દુલમછ હોય છે તો ચોખાના દાણુ જેટલો નાનો મગર, પરંતુ એ પંચેન્દ્રિય અને સંજ્ઞી (સમનસ્ક) હોય છે. કેઈ મોટા મગરમચ્છનાં ભવાં પર બેસી રહે છે. સમુદ્રમાં અનેક માછલીઓ મોટા મગરમચ્છ પાસેથી પસાર થઈને જતી હોય છે અને પેલો મોટો મગરમચ્છ એને ગળી જતે નથી. આવે સમયે તન્દુલમછ બેઠા બેઠા વિચાર કરતો હોય છે કે આ મગરમચ્છ કેટલે બધે આળસુ અને બેદરકાર છે કે જે આ બધી માછલીઓને ઝડપવાને બદલે જવા દે છે. જે મને આના જેટલું મોટુ શરીર મળ્યું હોય તે હું એકેય માછલીને જવા ન દઉ, બધી માછલીને ગળી જાઉં.
ચોખાના દાણા જેટલો તન્દુલમચ્છ પોતે એક નાની માછલી કે જલજતુને ગળી શકતો નથી, કેઈને કશું કરી શકતા નથી, પરંતુ પિતાના આ કુર ભાવે-રૌદ્ર પરિણામે-રૌદ્ર ધ્યાનને કારણે
255 ધ્યાતા, ધ્યાન અને ધ્યેય