________________
મૃત્યુ પામીને છડું નરકમાં જાય છે. | મેં તે સાંભળ્યું છે કે અહી સ્વજનના વિગ પછી મહિનાઓ સુધી રેવા-કૂટવાનું ચાલે છે. બીજા તે ઠીક, પરંતુ ધર્મને જાણનારી બહેને પણ આવા રુદનમાં સામેલ થાય છે. કોઈ વિધવા બહેન પતિ વિયેગ થવા છતાં રડે નહીં અથવા તે પ્રણાલિકા મુજબ રુદનમંત્રનું ઉચ્ચારણ કરે નહીં તે આવી ધર્મની જાણકાર બહેને એની આલોચના અને નિંદા કરવા લાગે છે અને સમાજમાં એને બદનામ કરે છે. આ આર્તધ્યાનને વધારવાની વાત નથી, તે બીજું શું છે? ધર્મશીલ બહેને એ પોતે આનાથી બચવું જોઈએ અને જે બહેને આર્તધ્યાન છેડતી હોય તેને પ્રેત્સાહન તથા સાથ આપ જોઈએ. ૨. શૈકધ્યાન
હિંસા, અસત્ય, ચેરી, ધન કે સુખ-સાધનની રક્ષામાં મન લીન રહે તેને રૌદ્રધ્યાન કહે છે અથવા તો મનમાં હિંસાદિ વિષયનાં અતિ ક્રર પરિણામ આવે તે પણ રૌદ્રધ્યાન કહેવાય છે. જીવહિંસા કરવાને, કોઈને લૂંટવાને કે ઠગવાને, કયાંક ધાડ પાડવાને અથવા તે બીજાના હક્કની વસ્તુ છીનવી લેવાને કે એના પર કજો જમાવી દેવાનો અથવા તે અધિકમાં અધિક સુખસામગ્રી ભેગી કરવાને કે પછી અન્યાય, અત્યાચાર, બેઈમાની આદિમાં સામેલ થવાને અથવા તે પ્રાપ્ત થયેલી સામગ્રી ચિરકાળ સુધી પિતાની પાસે રહે તેવી યોજના કરવાને વિચાર મનમાં ચાલતું હોય અને એ જ વિચારોની જાળમાં
વ્યક્તિ સતત બંધાયેલી રહે તે રૌદ્રધ્યાન છે. હિંસામાં રમમાણ રહેવાના કે પ્રાણીઓને રડાવવાના, પીડા આપવાના કે દુઃખી કરવાના વિચારોમાં સતત ઓતપ્રેત રહેવું તે રૌદ્રધ્યાન છે.
આ રૌદ્રધ્યાની અત્યંત કર, કઠોર અને સંકિલષ્ટ પરિણામવાળો હોય છે. બીજાને દુઃખી જોઈને એ આનંદ પામે છે. પોતાનાં દુષ્કર્મોને એના મનને પસ્તાવો થતું નથી. પાપાચાર કરવા છતાં પણ મનમાં ખુશ રહે છે. અન્યનું છેદન કે ભેદન કરવામાં, એને મારપીટ
254 ઓજસ દીઠાં આત્મબળનાં