________________
સમગ્ર વિશ્વમાં સુખશાંતિ વધે અને કલ્યાણ સ્થપાય એ જોવાનું ધર્મોપદેશકેનું કર્તવ્ય છે. કયાંક અશાંતિ કે યુદ્ધ થાય અથવા તે કિંઈ દેશ નિર્દોષ દેશ પર આક્રમણ કરતો હોય એવે સમયે શાંતિની ચાહના અને ન્યાયની દષ્ટિએ અન્યાયી દેશને સાવધાન કરે જરૂરી બને છે. એને પ્રેમથી ધર્મ અને નીતિ તરફ વાળીને વિશ્વની અશાંતિ ઓછી કરવી અને સર્વત્ર સુખશાંતિ ફેલાવવી તે એનું કર્તવ્ય બને છે. આવે સમયે એ દેશની ચર્ચા કરવી પડે છે. અમુક દેશમાં ધર્મને પ્રચાર કઈ રીતે થાય એને ઉપાય બતાવતી વખતે પણ એ દેશ વિશેની ચર્ચા-વિચારણું આવશ્યક બને છે. આખીયે વાતને સારાંશ એ છે કે શુદ્ધ ધર્મની દષ્ટિએ કેઈપણ દેશનું વર્ણન કે ચર્ચા કરવી એ વિકથા નથી. ૪. રાજ-વિકથા | કઈ રાજાને વૈભવ, વિલાસિતા, ભેગસામગ્રી, એશ્વર્યા, ઠાઠ કે ભંડાર વગેરેનું વર્ણન જે શ્રોતાઓમાં આસક્તિ કે લાલસા પેદા કરે એવી રીતે કરવામાં આવે છે તે રાજ-વિકથા છે. કોઈ રાજાને બીજા દેશને જીતવાની, બીજા રાજ્ય પર ચડાઈ કરવાની અથવા તો બીજા રાજા સાથે યુદ્ધ કરવાની વાત કરવી તે પણ રાજ-વિકથા છે. આવી રીતે કોઈ રાજાની બાબતમાં ખોટી અફવાઓ ફેલાવવી, એમની ખોટી નિંદા કરવી કે એમના પર મિથ્યા દોષારોપણ કરવું તે રાજવિકથા છે. આવી રાજ-વિકથાથી એક તે શ્રોતાઓના મનમાં ઉત્તેજના જાગે છે અને બીજુ રાજસી વૈભવ પામવાની ઘેલછા થાય છે. વળી રાજા પિતાને વિશે ખોટી અફવાઓ સાંભળીને પણ કથાકારને છેષ અને વિરોધ કરવા લાગશે. કેઈએમ પણ સમજે કે આ સાધુ કઈ ગુપ્તચર લાગે છે. રાજા વિશે ખોટી વાત કરવાથી અસત્યને દેષ પણ લાગે છે.
કોઈ રાજાના ધર્માચરણનું વર્ણન કરવું, કોઈ રાજાને ધમભિમુખ કરવા માટે ભૂતકાળના ધર્માત્મા રાજાઓનું વર્ણન સંભળાવવું
- 236 ઓજસ દીઠાં આત્મબળનાં