________________
બીજે દિવસે સાગરચંદ્ર મુનિએ વ્યાખ્યાન સમયે વૃદ્ધ મુનિને કહ્યું, “વ્યાખ્યાન સાંભળશે ને ?”
વૃદ્ધ ગુરુએ કહ્યું, “જરૂર. આપનું વ્યાખ્યાન સાભળવાનું સદુભાગ્ય પ્રાપ્ત થયું તે મારું અહોભાગ્ય જ છે.”
વ્યાખ્યાન પૂર્ણ થયા પછી સાગરચંદ્ર મુનિએ વૃદ્ધ સાધુને પૂછયું, “શું આપે વ્યાખ્યાન સાંભળ્યું ?”
“હા ભાઈ, સાંભળ્યું” વૃદ્ધ સાધુએ કહ્યું. મુનિ સાગરચંદ્ર પૂછયું, “કઈ બાબત તમને ગમી ?”
વૃદ્ધ ગુરુએ હળવા હાસ્ય સાથે કહ્યું, “ભગવદ્યાણી કોને પસંદ પડે નહિ ?” | મુનિ સાગરચંદ્ર પિતાની પ્રશંસાથી કુલાઈ ગયા. એમણે ફરી -વૃદ્ધ સાધુને કહ્યું, “તમને કોઈ શંકા હોય તે નિઃસંકોચ પૂછો.” - “અરે ભાઈ! હું કાંઈ બહુ ભણેલ-ગણેલ નથી. તમને શું પૂછું ?”
મુનિ સાગરચંદ્ર ગર્વ સાથે કહ્યું, “ના, એમ નહિ. તેમ છતાં કંઈકે તે પૂછે.”
વૃદ્ધ સાધુએ પૂછ્યું, “ભાઈ, કયારેક મનમાં એવી શંકા થાય છે કે આત્મા છે કે નહિ?”
મુનિ સાગરચંદ્ર આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે એક પછી એક તર્કનાં તીર છોડયાં, પરંતુ વૃદ્ધ સાધુ યુક્તિપૂર્વક એ બધા તર્કનું ખંડન કરવા લાગ્યા. આખરે બધી દલીલનું ખંડન થઈ ગયું ત્યારે વૃદ્ધ સાધુએ કહ્યું, - “ભાઈ, ઉદાસ થવાની જરૂર નથી. કેવળજ્ઞાની વિના કોઈ નિર્ણય કરી શકે નહીં.”
એવામાં મુનિ સાગરચંદ્ર સાંભળ્યું કે એમને સાધુઓને સમુદાય આવી રહ્યો છે. મુનિ પોતાની શિષ્ય મંડળી સહિત એમનું
- 223 ધર્મ કથાનો પ્રભાવ