________________
એક દિવસ વૃદ્ધ ગુરુએ શય્યાતર(સાધુઓ જ્યાં ઊતર્યા હતા તે મકાન માલિક)ને કહ્યું, “ભાઈ, મારા આ શિષ્યોને સાચી સમજ આપવા માટે હું એમનાથી જુદો પડીને કયાંક જવા માગું છું. હું ચાલ્યા જાઉં પછી તારે આ બધાને તારા ઘરમાંથી હાંકી કાઢવા.”
શિષ્ય એટલા આળસુ હતા કે રેજ ગુરુ ઉઠાડે ત્યારે ઊઠતા હતા. એક દિવસ વૃદ્ધ ગુરુ વહેલા ઊઠીને નિત્યકર્મ પતાવી અન્યત્ર વિહાર કરી ગયા. શિષ્યો તે ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. દિવસ ચઢી ગયા. શિષ્ય ઊડયા પણ ગુરુ મહારાજ કયાંય નજરે ન પડે. શિષ્યોએ વિચાર્યું કે ગુરુ મહારાજ ડિલ (શૌચાદિ) ગયા હશે. હમણું , આવી જશે.
ડા સમય બાદ મકાનમાલિક આવે અને પૂછયું, “ગુરુજી કયાં છે?”
શિષ્યોએ કહ્યું, “અમને તે કશી ખબર નથી.”
શય્યાતરે આંખ કાઢતાં કહ્યું, “અરે આળસુઓ, બહાર નીકળે મારા મકાનમાંથી. તમને ખબર નથી કે તમારા ગુરુજી કયાં ગયા? રાત-દિવસ એદીની માફક પડયા રહેવા સિવાય બીજું તમે કરે છે શું? નથી મેળવતા જ્ઞાન કે નથી કરતા દયાન !”
આ રીતે મકાનમાલિકે ધમકાવીને બધાને બહાર કાઢી મૂક્યા. બધા સાધુઓ ત્યાંથી નીકળી પડ્યા.
બીજી બાજુ વૃદ્ધ ગુરુ પણ સાગરચંદ્ર મુનિને શોધતા શોધતા સુવર્ણ ભૂમિ પ્રદેશમાં પહોંચ્યા. આ પ્રદેશમાં સાગરચંદ્ર મુનિ વિચરણ કરતા હતા. એક દિવસ શિષ્ય સહિત સાગરચંદ્ર મુનિ જ્યાં બિરાજમાન હતા તે ઉપાશ્રયમાં ગુરુ પહોંચી ગયા. શાસ્ત્રની મર્યાદા અનુસાર સાગરચંદ્ર મુનિના શિષ્ય પાસે ગુરુએ એમના ઉપાશ્રયમાં રહેવાની રજા માગી. “આ બુટ્ટો ખૂણામાં પડી રહેશે એમ માનીને એમને રહેવાની રજા આપી.
222
ઓજસ દીઠાં આત્મબળનાં