________________
સમાજમાં એમની કદર થતી નથી. માત્ર લક્ષમીપુત્રોને સન્માન અપાય છે. સરસ્વતી-પુત્રોની કદર કરનારા તે વિરલા જ હોય છે. આવી પરિસ્થિતિ હોય ત્યાં સંસ્કૃત-પ્રાકૃતના વિદ્વાન મળે ક્યાંથી ? આને પરિણામે જ મોટા ભાગે જેનેના બધા ફિરકાઓમાં બ્રાહ્મણપંડિતથી અભ્યાસ કરવાની પરિપાટી અપનાવવામાં આવી છે. બ્રાહ્મણ વિદ્વાન તરફ સહેજે નફરત નથી, કારણ કે આપણું ગણધર બ્રાહ્મણ હતા અને બીજા કેટલાય બ્રાહ્મણ આચાર્ય બનેલા છે.
વિદ્યાદાતાનું સન્માન ગૃહસ્થ પંડિત રાખીને અભ્યાસ કરવો તે ઉત્સર્ગ–માર્ગ નથી, પણ અપવાદ-માગે છે. સાધુઓ અપડિત રહે અથવા તે યુગાનુરૂપ અધ્યયન કરે નહીં તે એનું પરિણામ ઘણું ભયંકર આવે. આધુનિક યુગમાં સાધુ જે અભ્યાસ નહીં કરે તે એ ધર્મની વ્યાખ્યા યુગને અનુરૂપ રીતે સમજી કે કરી શકશે નહીં, તેમજ યુગાનુરૂપ ધર્મને નવી દિશા આપી શકશે નહીં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિવેક પણ ગંભીર અધ્યયનથી જ આવે છે.
આગમ ગ્રંથે પ્રાકૃત ભાષામાં છે અને એના પરથી પ્રાચીન ટીકાઓ સંસ્કૃત ભાષામાં છે. આજે દેશમાં હિન્દી ભાષા વધુ પ્રચલિત છે. આથી સંસ્કૃત-પ્રાકૃતમાં લખાયેલા ન્યાય અને દર્શનશાસ્ત્રના ગ્રંથનું અધ્યયન અત્યંત જરૂરી છે. આ વિષયેના અભ્યાસી વિદ્વાન સાધુસાધ્વી હોય તે પહેલાં એમની પાસે અભ્યાસ કરે જઈએ.
તમને ખબર હશે કે આચાર્ય હીરવિજયસૂરિની નિશ્રામાં પાંચસે સાધુ હતા. એમાં કોઈ સાહિત્યના પંડિત હતા તે કઈ ન્યાયના, કેઈ વ્યાકરણના તે કઈ જૈનશાસ્ત્રોના જ્ઞાતા હતા. એમણે સાધુઓના પરસ્પર પડન-પાઠનની વ્યવસ્થા પણ એવી કરી હતી કે વ્યાકરણ ભણનાર વૈયાકરણ વિદ્વાન સાધુ પાસેથી, ન્યાયવાળા નૈયાયિક પાસેથી અને દર્શનશાસ્ત્રવાળા દાર્શનિક પાસેથી ભણી લેતા હતા. આ પ્રકારે વિદ્વાન સાધુઓની વ્યવસ્થા હેવાથી એમને અધ્યયન માટે બ્રાહ્મણ પંડિતની જરૂર પડી નહીં. -
187 સ્વાધ્યાયનું પ્રથમ સોપાન