________________
એકાગ્રતાની આધારશિલા મહત્વની વાત એ છે કે સ્વાધ્યાયના સમયે મન, વચન અને કાયા ત્રણેય એમાં કેન્દ્રિત હેવાં જોઈએ. મન કોઈ બીજી જગ્યાએ ઘૂમતું હોય, વાણીથી માત્ર પાઠનું ઉચ્ચારણ જ થતું હોય અને શરીર અન્ય કેઈ કાર્યમાં પ્રવૃત્ત હોય; આંખ કઈ દશ્ય જોતી હોય, કાન કેઈ સંગીતના સૂર સાંભળતા હાય, હાથ કઈ જુદી જ ચેષ્ટા કરતા હોય તે આ રીતે કરવામાં આવેલ સ્વાધ્યાય કેવળ વાણીવિલાસ બનશે. માત્ર મુખપાઠ કરવાથી સ્વાધ્યાયને હેતુ સિદ્ધ થતું નથી. ઉચ્ચારણની સાથે સાથે મનને એના અર્થમાં પરેવી દેવું જોઈએ, શરીરને એકાગ્ર કરવું જોઈએ તે જ સ્વાધ્યાયને યેગ્ય લાભ મળે.
આજકાલ ઘણા માણસો મનની એકાગ્રતા કઈ રીતે સાધવી તેને ઉપાય પૂછે છે. મારી દષ્ટિએ તે મનની એકાગ્રતા માટે કઈ સર્વશ્રેષ્ઠ ઉપાય હોય તે તે શ્રેષ્ઠ ગ્રંથ, ઉત્તમ સાહિત્ય કે પવિત્ર શાસ્ત્રને સ્વાધ્યાય છે જે મનની બર્મુખી વૃત્તિને અંતર્મુખ બનાવે છે. સ્વાધ્યાય મનને આત્મા સાથે સાંધી આપે છે. કેટલાક લોકે. મનની એકાગ્રતા માટે માળા અથવા આનુપૂવીને આશરે લે છે. અલ્પશિક્ષિત, વિકલાંગ, અંધ કે અશક્ત વ્યક્તિઓ માટે આ સાધનેને ઉપગ ખેટો નથી, પરંતુ જેટલી તન્મયતા અને રસિકતા સ્વાધ્યાયથી સાંપડશે તેટલી માળા કે આનુપૂવથી સાંપડશે નહિ. આથી જેઓ ભણેલા છે તેમને માટે તે સ્વાધ્યાય એ જ ઉત્તમ સાધન છે.
માત્ર જૈન શાસ્ત્રો જ નહીં, બલકે વેદો, ઉપનિષદો, ગદર્શન વગેરેમાં પણ સ્વાધ્યાયને મહિમા વર્ણવવામાં આવ્યું છે. “ગદર્શનમાં સ્વાધ્યાયને એક નિયમરૂપે આલેખવામાં આવ્યા છે. એમાં સ્વાધ્યાયનું ફળ દર્શાવતાં કહ્યું છે,
“સ્વાધ્યાયાવતારમયોઃ” સ્વાધ્યાયથી ઇષ્ટ દેવતાને સંગ થાય છે.”
170 ઓજસ દીઠાં આત્મબળનાં