________________
જીવન અને જગતના ગહન અનુભવોમાંથી તારવેલા એમના વિચારોને આપણે સાક્ષાત્કાર કરી શકીએ છીએ. એમના ચિંતન-મનનને અભ્યાસ કરતાં આપણે એમ અનુભવીએ છીએ કે જાણે એ મહાપુરુષ સાથે વાત ન કરતા હોઈએ! અને તેઓ આપણુ જીવનના ગૂંચવાયેલા કેયડાને ઉકેલી રહ્યા ન હોય !
સ્વાધ્યાય હજારે વર્ષના જીવનમંથનમાંથી નીકળેલું નવનીત આપે છે. સાથે સાથે આપણા જીવનપટ પર છવાયેલા અજ્ઞાનના ગાઢ અંધકારને અળગો કરીને જ્ઞાનને પ્રકાશ આપે છે. ભગવાન મહાવીરને એમના શિષ્ય ગૌતમ સ્વામીએ આ જ પૂછયું હતું
"सज्झाएण भंते जीवे कि जणयइ ?
___ सज्झाएण नाणावरणिज्ज कम्म खवइ ।” “ભને! સ્વાધ્યાય કરવાથી જીવને શો લાભ થાય છે?”
ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું, “સ્વાધ્યાય દ્વારા આત્મા પોતાના જ્ઞાન પરનાં આવરણ દૂર કરે છે, જ્ઞાનવરણીય કમને ક્ષય કરે છે.”
આનો અર્થ જ એ કે સ્વાધ્યાય જ્ઞાનમાં અવરોધક કારણેને -દૂર કરે છે. આ આવરણ દૂર થતાં જ પ્રાપ્ત જ્ઞાન આપણું જીવનને નવો રાહ આપવામાં સક્ષમ હોય છે.
મારે તમને પૂછવું છે કે તમે આજે અને અત્યારે રોટલી ખાશો તે તમારી ભૂખ કલાક કે મહિના બાદ છિપાશે? રોટલી ખાતાં જ ભૂખ સમાપ્ત થઈ જાય છે. આવી જ રીતે સ્વાધ્યાયનું ફળ પણ તરત મળતું હોય છે. સ્વાધ્યાય કરે અને તત્કાળ જ્ઞાનની પ્રાપ્તિ થશે. આથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે :
'मण-वयण-काय-गुक्तो नाणावरण च खवइ अणुसमय ।
સાથે વઢ઼તો વળ-વળે નારૂ વેર .” સ્વાધ્યાયમાં પ્રવૃત્ત વ્યક્તિ મન, વચન અને કાયાના વ્યાપારને એકાગ્ર (અન્ય વિષમાંથી નિવૃત્ત) રાખે તો એ સતત જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરે છે અને ક્ષણ ક્ષણમાં વૈરાગ્ય પ્રાપ્ત કરે છે.”
169 સાધનાનું નંદનવન : સ્વાધ્યાય