________________
પિતાના અંતઃકરણના શાસ્ત્રનું જ પ્રતિબિંબ હોય છે. થે કે શાસ્ત્રોના અધ્યયનને લેકભાષામાં સ્વાધ્યાય કહેવામાં આવે છે, પરંતુ આ તે એને ગૌણ અર્થ છે : :
સ્વાધ્યાયને મુખ્ય અર્થ તે વ્યક્તિ આત્મ-અધ્યયન કરે તેમ છે. સાધકનું પ્રથમ કર્તવ્ય એ છે કે પોતાની જાતને જાણવી, સમજવી. અને વાંચવી. હું કોણ છું? મારું મૂળ સ્વરૂપ શું છે? હું કયાંથી આવ્યો છું? મારે કયાં જવું છે અને અહીં શું કરવાનું છે? હું શું કરી રહ્યો છું? મારામાં કષાયાદિ વૃત્તિઓ વધી રહી છે કે ક્ષીણ, થઈ રહી છે? રાગદ્વેષની વૃદ્ધિ થાય છે કે હાસ ? શું આ બધા મારા આત્માના ગુણ છે કે માત્ર શરીર સાથે જોડાયેલા દુર્ગુણ છે? આ પ્રશ્નોના ઉત્તર સાધક પિતાના અંતરના ઊંડાણમાં પ્રવેશીને મેળવવા પ્રયાસ કરે એ જ વાસ્તવમાં સ્વાધ્યાય છે. આથી જ તત્ત્વવેત્તાઓ કહે છે Know Thyself' એટલે કે પોતાની જાતને જાણો..
“સ્વ”ના અધ્યયન માટે શાસ્ત્ર કે ગ્રંથને અથવા તો પૃચ્છા, શ્રવણ અને પઠનને આધાર લઈ શકાય. પરિણામે શ્રેષ્ઠ છે અને શાસ્ત્રોના અધ્યયનની સાથેસાથ સાધક આત્મ-અધ્યયન કરે એ જ સ્વાધ્યાય છે. શ્રેષ્ઠ ગ્રંથ કે શાસ્ત્રને વાંચતાં સાધક એના જ્ઞાનના પ્રકાશમાં વિચારશે કે આમાં જેને સારી અને નરસી બાબતે કહેવામાં આવી છે તે મારા જીવનમાં કયાં કયાં છે ? મારું આચરણ પશુસમાન છે કે સત્પુરુષને છાજે તેવું છે. આ રીતે કરવામાં આવેલે સ્વાધ્યાય આત્માને પ્રકાશિત કરનારે દીપક છે. આ સંદર્ભમાં આત્મા પિતાને વિચાર કરે નહીં અથવા તે પિતાની સારી કે નરસી બાબતે પર લક્ષ આપે નહીં તે એને સ્વાધ્યાય અધૂરો છે. . . - આ પ્રકારના ગ્રંથ કે શાસ્ત્રના સ્વાધ્યાયથી તમારા માનસપટ પર રામ અને રાવણ, યુધિષ્ઠિર અને દુર્યોધન, કૃષ્ણ અને કંસ-એ બધાંનું જીવન અંકિત થશે. એ પછી સાધકે પોતે જ પોતાના ભીતબકી લગાવીને એ જોવાનું છે કે મારામાં રામને અંશ કેટલે.
k64 - ઓજસ દીઠાં આત્મબળનાં
*, ,
,
,