________________
તે એ સ્વાધ્યાયમાં એટલે બધે ફૂબી જતે કે ભજન કરવાનું પણ ભૂલી જતે.
એક વર્ષ પૂરું થયું. ભિક્ષુ રાજસભામાં આવ્યા નહીં. સમ્રાટ ખુદ એની શોધમાં નીકળ્યા. નદીકિનારે ભિક્ષુ મળ્યા. સમ્રાટ તિમિડે. પ્રણામ કર્યા, પણ બૌદ્ધ ભિક્ષુ તે તનમનનું ભાન ગુમાવીને આનંદતિરેકમાં ડૂબેલા હતા. ધર્માચાર્ય થવાની તેમની મહત્વકાંક્ષા ભસ્મસાત્ થઈ ચૂકી હતી. પાંડિત્યના અહંકારને સ્થાને અંતરમાં આત્મજ્ઞાનને આનંદ લહેરાઈ રહ્યો હતે. સમ્રાટ તિમિડે એમને બે હાથ જોડીને વિનંતી કરી, “આપ પધારે અને ધર્માચાર્યનું આસન સુશોભિત કરે.”
બૌદ્ધ ભિક્ષુએ હળવા હાસ્ય સાથે કહ્યું, “ભગવાનને આદેશ અત્યંત સ્પષ્ટ છે. જ્ઞાન આચરણની વસ્તુ છે કેવળ ઉપદેશની નહીં. હવે કોઈ પદ કે પ્રતિષ્ઠાની મારે જરૂર નથી. જે પદની કામનાથી તમારી પાસે આવ્યું હતું તે ધર્માચાર્ય પદની પણ જરૂર નથી. મને સ્વાધ્યાયથી અદ્ભુત સૂત્ર મળી ગયું છે. સૂત્ર છે “વીરોમ” (આત્માને દીપક બન) બસ, આ સૂત્ર મળી ગયું અને મને નવી દિશા જડી ગઈ
આ બૌદ્ધકથાને નિષ્કર્ષ શું? બૌદ્ધભિક્ષુએ વારંવાર સ્વાધ્યાય કર્યો. એને નવા નવા અર્થ સૂઝયા; નવી દષ્ટિ અને નવું ચિંતન સાંપડયું એવું દર્શન મળ્યું કે જેનાથી એનાં અંતરદ્વાર ખૂલી ગયાં. સતત સ્વાધ્યાય એને માટે આત્મદીપક સમાન બન્યું, જેના પ્રકાશથી એણે પિતાના અંતરનું નિરીક્ષણ-પરિક્ષણ કર્યું.
જાતને જાણે સ્વાધ્યાયને અર્થ માત્ર પુસ્તક, ગ્રંથ કે શાસ્ત્ર વાંચવા કે સાંભળવા પૂરતું સીમિત નથી. સ્વાધ્યાયને અર્થ છે કે પિતાના જીવનના ગ્રંથ, પુસ્તક કે શાસ્ત્રને વાંચવું. “સ્વસ્થ સ્વસ્મિન નો હૃધ્યા?” અર્થાત્ પિતાનાં જીવનશાસ્ત્રનું પિતાની અંદર અધ્યયન કરવું એનું નામ સ્વાધ્યાય છે. આ ગ્રંથ કે શાસ્ત્રોમાં વ્યક્તિના
* * 163 સપનાનું નંદનવને સ્વાધ્યાય