________________
લેવાની અમને ઈચ્છા થતી નથી. આમ છતાં તમારી પવિત્ર ભાવના અવગણીને તમને આવા ઉત્તમ કાર્યને લાભથી વંચિત રાખવા તે પણ અમારે ધર્મ નથી. આથી અમે આપને આ લાભ લેવાની સહર્ષ અનુમતિ આપીએ છીએ.”
ગાંધીએ રત્નકબલ અને બાવનાચંદન પોતાની દુકાનમાંથી લીધાં અને પેલા ચારેય મિત્રની સાથે વૈદ્યની પાસે પહોંચ્યા. વૈદ્ય પોતાના ઔષધાલયમાંથી લક્ષપાક તેલ લીધું અને આ રીતે છયે જણા બીમાર મુનિ પાસે પહોંચ્યા.
વે મુનિના શરીર પર લક્ષપાક તેલ લગાડ્યું અને પછી રત્નકંબલ ઓઢાડી દીધું. તેલની ગરમીને કારણે થોડી જ વારમાં કીડાઓ બહાર નીકળવા લાગ્યા અને રત્નકંબલ(જે ઠંડી હતી)માં ભેગા થવા લાગ્યા. આવી રીતે ત્રણવાર તેલ લગાવ્યું અને રત્નકંબલ ઓઢાડયું, પરિણામે બધા જ કીડા એ કંબલમાં એકઠા થઈ ગયા. ત્યારબાઈ બાવના ચંદન ઘસીને એને લેપ મુનિના શરીર પર લગાડવામાં આવ્યો. પરિણામે મુનિનું શરીર પૂર્ણપણે સ્વસ્થ થઈ ગયું અને એમને પૂરેપૂરી શાતા થઈ મુનિના શરીરમાંથી નીકળેલા કીડાઓને એમણે નજીકમાં પડેલી મૃત ગાયના કલેવરમાં નાખી દીધા. અંતે થે જણાએ મુનિવરની ક્ષમાયાચના કરતાં કહ્યું, “હે મુનિવર ! આપના જ્ઞાનધ્યાનમાં અમે વિન કર્યું તે માટે ક્ષમા ઈચ્છીએ છીએ. સમય જતાં આ છયે
એકબીજાના મિત્ર બની ગયા. તેઓ એમનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામ્યા બાદ દેવકમાં ઉત્પન્ન થયા.
મુનિરાજની સેવાના ફળસ્વરૂપે વૈદ્યને જીવ વજ્રનાભ ચક્રવર્તી બન્યો અને પેલા ચાર મિત્રો વજનાભના ચાર ભાઈ બન્યા. વેપારી શેઠને જવ વજનાભને સારથિ સુયશા બને અને છયે આનંદથી સમય વ્યતીત કરવા લાગ્યા.
એક વખત વજસેન તીર્થંકર પુણ્ડરીકિણી નગરીમાં પધાર્યા હતા. ત્યારે છ વ્યક્તિઓએ એમને ઉપદેશ સાંભળ્યો અને વિરક્ત
-
148 ઓજસ દીઠ આત્મબળનાં