________________
જવાબદારી નિભાવવાની સાથોસાથ સંઘની વૈયાવૃત્ય કરે છે. આથી સંઘ(સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ)નું એ પણ કર્તવ્ય છે કે આચાર્ય-ઉપાધ્યાયની અનિવાર્ય રૂપે વૈયાવૃત્ય કરે અને સાથે સાથે તેઓના સહાયક ગણે આદિની પણ વૈયાવૃત્ય કરે. એમનાં શરીર, મન, બુદ્ધિ આદિ સ્વસ્થ હશે તે તેઓ ધર્મશાસનને વ્યવસ્થિત રીતે ચલાવી શકશે, એની સંભાળ લઈ શકશે તેમજ ધર્મપ્રભાવનાનાં કાર્ય નિર્વિદને પાર પાડી શકશે. સ્થવિર વૈયાવૃત્ય: - વયમાં સાઠ વર્ષના અને દીક્ષા-પર્યાયમાં વીસ વર્ષની વયના સાધુને સ્થવિર માનવામાં આવે છે. કેઈ સાધુ-સાધ્વી પિતાનાં સંયમ, ચારિત્ર્ય, આચાર-વિચારની બાબતમાં શિથિલ થઈ ગયાં હોય અથવા તે પતન પામતાં હોય ત્યારે એમને સ્થિર કરવાનું કામ સ્થવિર કરે છે. એવી જ રીતે કોઈ પિતાના કર્તવ્ય કે ચારિત્ર્યના લક્ષ્યથી દૂર ફંટાઈ ગયાં હોય તેમને યોગ્ય રસ્તે લાવવાનું તથા સન્માર્ગમાં દઢ કરવાનું કામ સ્થવિર કરે છે. આચાર્ય અથવા તે પ્રવર્તકની આજ્ઞાને અનાદર કરનાર સાધુ-સાધ્વીઓને યેગ્ય માર્ગે લાવવાનું કામ સ્થવિરનું હોય છે. આવા સ્થવિરેની વૈયાવૃત્યથી આખાય સંઘને એમના વિશાળ અનુભવને લાભ મળે છે. એથી સ્થવિર પણ વૈયાવૃત્યના ઉત્તમ પાત્ર છે. કેટલાક આચાર્ય તે સ્થવિરને અર્થ વયેવૃદ્ધ સાધુ-સાધ્વીઓ એવો પણ કરે છે. આમ સ્થવિર-વૈયાવૃત્યમાં વયેવૃદ્ધ સાધુ-સાધ્વીની વૈયાવૃત્યને પણ સમાવેશ થાય છે.
ઘડપણ માનવીનાં બધાં જ અંગેને શિથિલ બનાવે છે, શરીર પર કરચલીઓ પડવા લાગે છે, કઈ કામમાં ઉત્સાહ રહેતું નથી. જે આ સમયે વૃદ્ધ સાધુ કે સાધ્વીની સેવા કરવામાં આવે નહીં તે એમના મનમાં કદાચ અશાંતિ, ઉત્સાહ અને સંઘ પ્રત્યેને અનાદર. પેદા થવાની સંભાવના છે. આવી અશાંતિના ફળ સ્વરૂપે જ એમની પ્રકૃતિ પણ ગુસ્સાવાળી થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં આર્તધ્યાનરૌદ્રધ્યાન થવાની સંભાવના રહે છે. આ આત-રૌદ્ર ધ્યાનનું પરિણામ
139 - ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય