________________
ક્ષેત્રમાં કે કયા ધર્મસાધને દ્વારા ચાલે છે તે જોવાને બદલે તેનામાં સાધુત્વના ગુણ પરિપકવ થઈ રહ્યા છે કે નહિ, સંયમની સાધના વિકસી રહી છે કે નહિ, વીતરાગીપણું, સમતા, કષાય-ક્ષીણતા, વિષયાસક્તિમાં મંદતા, અહિંસા, સત્ય વગેરે ગુણની દઢતામાં વધારે થયે છે કે નહિ તે જોવાનું હોય છે. સંકુચિત દષ્ટિથી કે માત્ર સાંપ્રદાયિક્તાની નજરે વિચારવું અને તે અનુસાર વ્યવહાર કરવામાં ગુણવાન સાધુ-સાધ્વીઓ પ્રત્યે અન્યાયભાવ છે, તેમના દ્વારા મળનારા સધર્મ-લાભથી વંચિત રહેવું પડે છે અને આ રીતે તેમને અક્ષમ્ય આશાતના પહોંચાડીને કર્મબંધનમાં ફસાઈ જઈએ છીએ.
ગુણવાન સાધુઓની જેમ એગ્ય સાધ્વીઓની પણ કદર કરવામાં ન આવે અને તેમના તરફ ઉપેક્ષાભાવ સેવવામાં આવે તેમ જ તેમના જીવન-વિકાસનું ધ્યાન રાખવામાં ન આવે, તેમને ઉચિત અધિકાર (વ્યાખ્યાન આપવું, ધર્મ-પ્રભાવના કરવી, ધર્મપ્રચાર કરે વગેરે)થી વંચિત રાખવામાં આવે કે તેમને તિરસ્કાર કરાય-આ બધું સાધ્વીઓની આશાતનારૂપ ગણાય.
સાવીઓ પ્રત્યે વિનય શ્રમણ-શ્રમણીઓના પ્રતિકમણમાં “શ્રમણસૂત્રમાં તેનીસાર કારાવાઈ' (તેત્રીસ પ્રકારની આશાતનાથી) પ્રતિક્રમણ(દુષ્કૃત્યમાંથી નિવૃત્ત થવા માટે)ને પાઠ આવે છે. ત્યાં જેવી રીતે ‘સાદૂ કાસવાદ (સાધુઓની આશાતનાથી) પ્રતિક્રમણને પાઠ આવે છે તેવી જ રીતે ‘સાહૂળીનું માનવા” (સાધ્વીઓની આશાતનાથી) પ્રતિક્રમણ પાઠ પણ આવે છે. તે પછી શા માટે સાધ્વીઓની આશાતના દ્વારા થતા અવિનય પ્રત્યે જરા પણ ધ્યાન આપવામાં આવતું નથી ?
આ રીતે આ પાઠમાં આગળ વધીને ‘સાવવામાં માયણ' (શ્રાવકોની આશાતના)થી પ્રતિક્રમણને તથા સાવિયામાં બાસીયા'(શ્રાવિકાએની આશાતના)થી પ્રતિક્રમણને પાઠ પણ આવે છે અને આ પાઠ રેજ પ્રતિક્રમણ કરતી વખતે બોલાય છે, પરંતુ આજે તે શ્રાવકશ્રાવિકાઓ દ્વારા સાધુ-સાધ્વીઓને કોઈ હિતકર, યુગાનુરૂપ, ધર્માનુકૂલ
108 ઓજસ દીઠાં આત્મબળનાં