________________
અનાશાતના આદિથી વિનય દર્શાવવો તે સંઘ-વિનય છે. સંઘમાં પરસ્પર વિચાર-ભેદ કે આચાર-ભેદ હોય તે તેને લીધે સંઘર્ષ, કલેશ કે દ્વેષ કે વેર-વિરોધ ઊભું કરવાને બદલે, સહિષ્ણુ બનીને પરસ્પર સમન્વય સાધવાનો પ્રયત્ન કરે જોઈએ. મુખપદી, દંડ ગ્રહણ કરે કે અગ્રહણ કરે, તિથિચર્ચા, સચિત્ત-અચિત્તની ચર્ચા વગેરે નાની નાની ઉત્તરગુણની બાબતોને ચર્ચાના ચગડોળે ચડાવવી, દ્વેષ વધારીને એકબીજાને મિથ્યાત્વી કહેવું, ગાળો આપવા માંડવી, એકબીજા વિરુદ્ધ પત્રિકાઓ બહાર પાડવી-આવાં કામ સંઘ અને સંસ્થાપક (તીર્થકર) પ્રતિ અવિનય દર્શાવનારાં છે. ભગવાન મહાવીરના મહાન પુત્રો આ રીતે પરસ્પર લડે-ઝઘડે અને કર્મોથી બંધાય તે સંઘની સમક્ષ અવિનય આચર્યો ગણાય. | ‘નમા ણ સાદૂ મંત્રમાં કેઈપણ એક સંપ્રદાય (દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી કે તેરાપંથી), ગચ્છ, કુલ અથવા ધર્મસંઘનાં જ નહીં, પરંતુ સાધુત્વની સાધનામાં પરાયણ જગતનાં સમસ્ત સાધુસાધ્વીઓને નમસ્કાર કરવાનો ઉલ્લેખ છે. અહીં કોઈ એક વિશેષ સંપ્રદાય કે ધર્મસંઘની તરફેણ કરવામાં આવી નથી, કારણ કે આ ધર્મ વીતરાગને છે, નિષ્પક્ષ પુરુષને છે. ભલે કેઈપણ વેશમાં કેઈપણ સાધુ-સાધ્વી (પછી તે મુનિ, ભિક્ષુ કે ઋષિ કહેવાતાં હોય) જે સત્ય-અહિંસા વગેરે મહાવ્રતની સાધના કરતાં હોય, તે બધાં પૂજનીય, વંદનીય અને આદરણુય છે. ઉત્તરગુણેના પાલનમાં-ક્રિયાકાંડ, કે ધર્મસાધને માં-ભેદ હોઈ શકે, પરંતુ તમારે તે ગુણદર્શન કરવાનું છે. આથી જ કહ્યું છે:
“સુદિ સાદૂ ” “ગુણે દ્વારા જ સાધુ ઓળખાય છે.”
જે સાધુત્વના ગુણ હોય તે તેને વંદનીય અને આદરણીય સમજીને વિનય દાખવો જોઈએ. જેટલી કેવી બની છે તે ન જોતાં આ રોટલી ભૂખ ભાંગશે કે નહિ, તે વિચારવું જોઈએ. આ રીત કયા સાધુ કે સાધ્વીની સાધના, ક્યા ક્રિયાકાંડથી, કયા વેશમાં, કયા
- વિનયના વિવિધ પ્રકાર