________________
પ૪૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી એને ચારિત્ર્યની દીક્ષા આપી અને પિતાના જેવી કરી એટલે કે મેક્ષ સુખની અધિકારિણી બનાવી.
શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૩૨૦) કવિ કહે છે કે શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામના જપથી રોગ, શેક, હિંસા, કુલટા સ્ત્રી, દુશ્મન, સાપ, આધિ વ્યાધિ, દુકાળ, શાકિણ, ડાકણ, ભૂત, પ્રેત, કામવાસના, મેલી વિદ્યા વગેરે બધાં જ દૂર થાય છે, એટલું જ નહિ, પ્રભુનું નામ સ્મરણ અક્ષય પદ મેળવવાના ઉપાય રૂ૫ બને છે.
શ્રી મહાવીર સ્તવન (પૃ. કર૧) શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરતાં કવિ કહે છે કે પ્રભુ મારા કૃપાનિધિ છે. સમતાના ભંડાર સમા છે, માતાપિતા અને ભાઈભાંડું બરાબર છે, જ્ઞાન આપનાર, મારું રક્ષણ કરનાર, મને શાંતિ આપનાર અને મારા ભવની બીક દૂર કરનાર છે. આવી પ્રભુને પામીને જે માણસ પ્રમાદ કરે તે દુઃખી થાય અને સંસારમાં એને ઘણાં કષ્ટો ભોગવવાં પડે એમાં જરા પણ શંકા નથી. માટે પ્રમાદ દૂર કરી પ્રભુના ચરણની સેવા કરી સાચું સુખ આપણે પામીએ.
૪૪. શ્રી ધર્મવર્ધન શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૩ર૩). કવિ કહે છે આજે મારી આશા ફળી છે. મને પ્રભુનાં દર્શન થયાં છે. અને કમળની કળી સૂર્યનાં કિરણ જેઈ જેમ હરખાય છે અને ખીલે છે તેમ મારું હૃદય પણ હરખાય છે. અને પ્રફુલ્લિત થાય છે. પ્રભુની મૂર્તિ ચિંતામણિ જેવી, અથવા કામધેનું જેવી છે. એમને વંદન કરતાં આપણે બધાં પાપ દૂર થાય છે.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૨૩) જગતમાં શાંતિ અને સુખ પ્રવર્તાવનાર, પિતાને શરણે આવેલા