________________
પૂર
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૩૧૩)
આ સ્તવનમાં આર્ભમાં કવિએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મુખ મુદ્રાનું વર્ણન કર્યું છે અને પછી એમને મહિમા અને પ્રભાવ સપ્રસંગ દર્શાવી પ્રભુની ભકિતનેા ભાગ પાતે ગ્રહણ કર્યોના ઉલ્લેખ કર્યો છે.
શ્રી મહાવીર સ્તવન (પૃ. ૩૬૪)
કવિ આ સ્તવનમાં કહે છે કે શ્રી મહાવીર સ્વામી ચિંતામણિ જેવા છે, એમનું દર્શન કરવાથી દુઃખ દૂર થાય છે, અને રિધ્ધિવૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રભુરૂપી ચિંતામણિ રત્ન મને મળ્યું છે અને એથી મારાં બધાં વષ્ટિત કાર્યો સિદ્ધ થયાં છે. ૪૩. શ્રી કીર્તિવિમલજી
શ્રી ઋષભદેવ સ્તવન (પૃ. ૩૧૭)
આ રચનામાં કવિએ શ્રી ઋષભદેવ ભગવાનના જીવનના ભિન્ન ભિન્ન પ્રસંગાના ઉલ્લેખ કરી એમના મહિમા અને એમના જીવનની વિશિષ્ટતા વર્ણવ્યાં છે. રચના અત્યંત સરળ છે.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૧૮)
આ સ્તવનમાં કવિ કહે છે કે જેવી રીતે મુસાફરના મનમાં પેાતાનું પહે ંચવાનું સ્થળ જોવાની તાલાવેલી હાય છે, જેવી રીતે સીતાનું મન રામમાં લાગેલું હાય છે, જેવી રીતે વિષયાસકત માણસનુ મન કામક્રીડામાં જ રચ્યું પચ્યું રહે છે અને જેવી રીતે લાભીનુ મન પૈસામાં જ ચોંટેલું રહે છે તેવી રીતે મારુ માન, જ્યારથી મે પ્રભુનાં દર્શન કર્યાં. ત્યારથી તેમનામાંજ લાગેલું રહ્યું છે.
શ્રી નેમિનાથજીનું સ્તવન (પૃ. ૩૧૯)
આ સ્તવનમાં કવિએ રાજુલની ઉકિત રજૂ કરી છે. રાજુલે ને મનાથ પાસે લગ્ન કરવા માટે યાચના કરી, પણ નેમિનાથે તા