________________
પ૩૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેની કાવ્ય પ્રસાદી પ્રત્યે કરણા બતાવવામાં તમને કંઈ ખર્ચ થવાનું નથી અને મને ઘણું મળશે. જેમ હાથીના મોઢામાંથી એક કણ પડે છે તેથી હાથીને કંઈ ખેટ જતી નથી, પણ કીડીને ઘણું મળે છે તેવી રીતે. માટે હે પ્રભુ! જેવી હું તમારા પ્રત્યે માયા રાખું છું તેવી માયા તમે પણ મારા પર રાખજો અને મારા પ્રત્યે કરૂણા દાખવજે.
શ્રી મહાવીર સ્વામી સ્તવન (પૃ. ૩૦૮) . આ સ્તવનમાં કવિ કહે છે કે હે પ્રભુ! દુર્લભ એવો માનવભવ અમે પામ્યા છીએ. એમાંથી હવે અમે કેમ તરીએ એને ઉપાય બતાવે, પ્રભુનું ધ્યાન ધરતાં રાગ અને પ્રેમ થાય છે અને એ વિના તેમાં તલ્લીનતા આવતી નથી. બધાં કર્મ બંધને જતાં રહે અને એ રીતે અમે તરી જઈએ તેમાં તમારો શો પાડ? કરણ વગર જે તમે તારે તે તમે સાચા જિનરાજ કહેવાઓ.
૪૨ શ્રી રામવિજયજી શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૩૧૦) આ સ્તવનમાં કવિએ પ્રભુ પ્રાપ્તિથી થતા આનંદ, પ્રભુદર્શનની વિશિષ્ટતા અને અનન્યતા, પ્રભુપ્રીતિની ઘનિષ્ઠતા અને અચલતા, પ્રભુ મૂર્તિની મોહકતા વગેરે વર્ણવ્યાં છે. કવિની રચના સરળ છે.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૧૧) આ રતવનમાં કવિએ શ્રી શાંતિનાથ પ્રભુનાં દર્શનની ઉત્કંઠા વર્ણવી છે અને પ્રભુ પાસેથી કૃપાની યાચના કરી છે.
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૩૨) આ સ્તવનમાં કવિએ રાજુલના મુખમાં ઊંત મૂકી છે. રાજુલ પિતે પિતાના વિયોગની અને વિરહની વ્યથા વ્યકત કરે છે અને પિતાના સાહિબને મનાવી લાવવા માટે પિતાની સહિયરોને વિનંતી કરે છે.