________________
' પn
પારેવાને બચાવવા માટે પિતાના દેહનું દાન કરનાર, મરકીનો ઉપદ્રવ મટાડનાર, સોળમા તીર્થ કર અને પાંચમા ચક્રવર્તી એવી બેવડી પદવી એક જ ભવમાં ભગવનાર શ્રી શાંતિનાથ પ્રભુની પ્રાપ્તિ થતાં સઘળાં વાંછિત સદા ફળે છે. | શ્રી નેમિનાથ જિન સ્તવન (પૃ. ૩ર૪) .
શ્રી નેમિનાથ ભગવાનનીં કરણની તે શી વાત કરવી ! તેમણે યૌવનમાં આવ્યા છતાં રાજિમતી સાથે લગ્ન ન કર્યો. પશુઓને પિકાર સાંભળી તેમના પ્રત્યે અનુકંપા આણી, હાથી ઘેડાની સમૃધ્ધિને ત્યાગ કરી શાશ્વત સુખ મેળવવા તરફ તેઓ ગયા. મમતા છેડી સમતાને માર્ગ એમણે અપનાવ્યો.
શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૩ર૪) દિનપતિ-સુય; યાસુ-જેની સાથે; ગજરેવા-હાથી અને નદી; ચરસ-સ્પર્શ, કનક–સેનું.
કવિ કહે છે કે શ્રી પાર્શ્વજિન પ્રભુ એજ મારે મન સાચી મિઠાઈ અને સાચા મેવા છે. જેમ પુષ્પની કળી સૂર્યને જોઈ ઉલ્લાસ પામે છે અને જેમ હાથીને રેવા નદી સાથે રાગ બંધાયો હોય છે તેમ અમારે પ્રભુ સાથે પ્રીતિ બંધાયેલી છે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૨૫) આ સ્તવનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીએ સમવસરણમાં કરેલા પ્રવચનની વાણીનાં મહિમા અને પ્રભાવ વર્ણવ્યાં છે.
૪૫. શ્રી રાજ સુંદર * શ્રી આદિજિન સ્તવન (પૃ. ૩૨૬).
કવિ સરસ્વતી દેવીને પ્રાર્થના કરે છે કે મને સરસ વાણું આપે કે જેથી શ્રી આદિ જિનેશ્વર પ્રભુના ગુણની સ્તુતિ અમે કરીએ. પ્રભુના ગુણરૂપી માલા જે પિતાના કંઠમાં રાખે અને એની વિવિધ પ્રકારે પૂજા કરે તેને ભવ સફળ થાય છે.